Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધી જયંતિએ યુનિવર્સિટીમાં પ્લાસ્ટિક મુકત અભિયાન

રાજકોટઃ ભારતના રાષ્ટ્રપિતાશ્રી મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિની ઉપલક્ષ્યમાં આજે ૨ ઓકટોબર એટલે ગાંધી જયંતિના દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ શરૂ કરેલા 'ફીટ ઈન્ડીયા મુવમેન્ટ' અંતર્ગત આજ રોજ ગુજરાત રાજ્ય સરકારશ્રીના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને ફીટ ઈન્ડીયા મુવમેન્ટના રાજ્યના નોડલ ઓફિસર અને સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટસ યુનિવર્સિટીના કુલપતિ ડો. અર્જુનસિંહ રાણાના પત્ર અન્વયે સમગ્ર ગુજરાતની યુનિવર્સિટીઓમાં એક સાથે, એક સમયે 'ફીટ ઈન્ડિયા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં કેમ્પસ ખાતે રહેલ કચરો-પ્લાસ્ટિક એકત્ર કરી પ્લાસ્ટિક મુકત કેમ્પસ બનાવવાની સંકલ્પનાની શરૂઆત કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમમાં સિન્ડીકેટ સભ્ય ડો. પ્રફુલ્લાબેન રાવલ, કુલસચિવ ડો. રમેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

(3:24 pm IST)