Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મોગલ છેડતા કાળો નાગ : કોટેચા ચોકમાં ૩૦ વર્ષથી નવદુર્ગા ગરબી મંડળની શકિત આરાધના

રાજકોટ : માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો રંગેચંગે પ્રારંભ થયો છે. નવ - નવ દિવસ માઈ ભકતો માં શકિતની ભકિતમાં લીન થશે. શહેરમાં પ્રાચીન અને અર્વાચીન રાસોત્સવની ધૂમ વચ્ચે અનોખુ વાતાવરણ છવાઈ ગયુ છે. રાજકોટમાં વિવિધ સ્થળોએ પ્રાચીન - અર્વાચીન ગરબીઓનો પ્રારંભ થયો છે. શહેરના કોટેચા ચોક વિસ્તારમાં નવદુર્ગા ગરબી મંડળ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી નવરાત્રી પર્વની ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. આ ગરબીમાં તાલી, તલવાર, ટીપ્પણી સહિતના અવનવા રાસનું આકર્ષણ જમાવ્યુ છે. આ ગરબીમાં ખાસ નાટ્યાત્મક રાસ રજૂ કરવામાં આવે છે. નવદુર્ગા ગરબી મંડળના ૩૨ બાળાઓ - છોકરાઓ દ્વારા રાસની રમઝટ બોલાવે છે. આ ગરબીમાં ગાયક તરીકે રમેશભાઈ નારણદાસ ગઢવી સહિતના કલાકારોની ટીમ સેવા આપે છે. ગરબી મંડળના યાદગાર આયોજનને દીપાવવા શ્રી નવદુર્ગા ગરબી મંડળના પ્રમુખ કાનાભાઈ ચૌહાણના નેતૃત્વમાં હરીભાઈ સહિતના કાર્યકરો સેવા બજાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં નવદુર્ગા ગરબી મંડળની ગરબે ઘૂમતી બાળાઓ અને ગાયકો તથા આયોજકની ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(1:30 pm IST)