Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ચાચરનો ચોક ગજાવે છે... મારી ચંડી રે ચામુંડા... માટેલની ખોડલ આવે છે : બ્રહ્મસમાજ ચોકમાં ગરબે ઘૂમતી નાની બાલિકાઓ

રાજકોટ : શહેરના રૈયા રોડ ઉપર બ્રહ્મસમાજ ચોકમાં છેલ્લા ૪૦ વર્ષથી થતી 'બાપા સીતારામ' ગરબીમાં માત્ર ૪ થી ૧૦ વર્ષથી નાની બાળાઓને ગરબે રમાડવામાં આવે છે. કોઈ જ જાતની પ્રેકટીસ વગર માત્ર સંગીતના સથવારે નિર્દોષભાવે ગરબે ઘૂમતી આ નાની બાલિકાઓમાં સાક્ષાત બાલસ્વરૂપ માતાજીઓના દર્શન થાય તેવુ દિવ્ય વાતાવરણ અહિં સર્જાય છે. ગરબી મંડળ દ્વારા આસપાસના પછાત વિસ્તારની બાળાઓને રાહતભાવની ફી લઈને ગરબીમાં રાખવામાં આવે છે. નવ દિવસ સુધી અહિં બાલિકાઓ તાલી રાસ, ખંજરી રાસ, દાંડીયા રાસ વગેરે રમીને માતાજીની આરાધના કરે છે. મંડળના સંચાલક ભરતભાઈ આહિર અને તેમની ટીમ આ ગરબીના આયોજન માટે જહેમત ઉઠાવે છે. મંડળ દ્વારા બાળાઓને સોનાની વસ્તુની લ્હાણી પણ આપવામાં આવે છે. તસ્વીરમાં ગરબે ઘૂમતી નાની બાલિકાઓ અને મંડળના સંચાલકો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(1:29 pm IST)