Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને પ્લાસ્ટીકનો ઉપયોગ બંધ કરે તે માટે જાગૃતિ લાવવા ગાંધી જયંતિ નિમિતે શહેર પોલીસ-લાયન્સ કલબ દ્વારા રેલી

પ્લાસ્ટીકને ના કહો અને ટ્રાફિક રૂલ્સને હા કહો...તેવા સુત્ર હેઠળ નીકળેલી રેલી અકિલા ચોકથી યાજ્ઞિક રોડ, ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, અન્ડર બ્રિજ, કેકેવી ચોક, ઇન્દિરા સર્કલ, રૈયા સર્કલ થઇ બાલભવન પહોંચી

રાજકોટઃ ગાંધી જયંતિ નિમીતે આજે શહેર પોલીસ દ્વારા લાયન્સ કલબ ઇન્ટરનેશનલના સહયોગથી ટ્રાફિકના કાયદા પરત્વે વાહનચાલકો સજાગ બને અને કાયદાનું કડક પાલન કરતાં થાય તે માટે તેમજ પ્લાસ્ટીકથી પર્યાવરણને થતાં  નુકસાન બાબતે લોકોમાં જાગૃતિ આવે એ માટે SAY  NO TO PLASTIC & SAY YES  TO  TRAFFIC  RULES   ('સે નો ટુ પ્લાસ્ટીક એન્ડ યસ ટુ ટ્રાફિક રૂલ્સ') સુત્ર હેઠળ અવેરનેશ વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીનો પ્રારંભ જીલ્લા પંચાયત-અકિલા ચોકથી સવારે દસ વાગ્યે થયો હતો. બાદમાં રેલી યાજ્ઞિક રોડ થઇ ટાગોર રોડ, એસ્ટ્રોન ચોક, કાલાવડ રોડ અન્ડર બ્રીજ થઇ કેકેવી સર્કલ, ઇન્દિરા સર્કલ, રૈયા સર્કલ, રૈયા રોડ થઇ બાલભવન ગેઇટ પાસે પુરી થઇ હતી. આ રેલીનો પ્રારંભ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચોૈધરી, ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા, એસીપી ટ્રાફિક એસ. ડી. પટેલ તથા લાયન્સ કલબની ટીમે કરાવ્યો હતો. ટ્રાફિક બ્રાંચના અધિકારીઓ અને સ્ટાફ પણ આ તકે હાજર રહ્યો હતો. લાયસન્સ કલબના બેનર સાથેની ગાડીઓ, ટ્રાફિક બ્રિગેડ સ્ટાફ તથા અન્ય લોકો આ રેલીમાં ઉત્સાહપુર્વક જોડાયા હતાં. તસ્વીરમાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ, લાયન્સ કલબના સુત્રધારો તથા પોલીસ કમિશનર, જેસીપી અને ડીસીપી ઝોન-૨એ રેલીને લીલી ઝંડી આપી તે દ્રશ્યો અને જીપમાં એસીપી ટ્રાફિક શ્રી પટેલ તથા પાછળ ટ્રાફિક બ્રિગેડ બાઇક સાથે જોઇ શકાય છે. ફોટોઃ સંદિપ બગથરીયા)

(1:24 pm IST)