Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કેમ મારી બહેનને સાચવતા નથી? કહી રાજેશભાઇ હિડંબાને સાળા રાજૂએ સળીયાથી માર માર્યો

કોઠારીયા સોલવન્ટનો બનાવઃ વણકર યુવાન હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૨: કોઠારીયા સોલવન્ટ શિતળા મંદિર પાસે આવાસ કવાર્ટરમાં રહેતાં અને સેન્ટીંગ કામની મજૂરી કરતાં રાજેશભાઇ પરષોત્તમભાઇ હેડમ્બા (ઉ.૩૨) નામના વણકર યુવાનને રાત્રીના એકાદ વાગ્યે પોતાના ઘરે હતો ત્યારે ગાંધીગ્રામમાં રહેતાં સાળા રાજુ ચાંચીયા અને તેના મામાના બે દિકરાએ આવી ઝઘડો કરી ગાળો દઇ લોખંડના સળીયાથી હુમલો કરી પગના નળામાં માર મારી તેમજ ઢીકા-પાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને પ્રદિપસિંહે જાણ કરતાં આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. હેમતભાઇ તળાવીયાએ રાજેશભાઇની ફરિયાદ પરથી તેના સાળા સહિત ત્રણ સામે ગુનો નોંધ્યો હતો. રાજેશભાઇના કહેવા મુજબ તેના પત્નિ જ્યોતિબેન સાથે પોતાને માથાકુટ થતાં તેણી માવતરે જતી રહી હતી. તેણીનું ઉપરાણું લઇને સાળો સહિતના આવ્યા હતાં અને કેમ અમારી બહેનને સરખી રીતે રાખતા નથી? તેમ કહી હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

(1:23 pm IST)