Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મગફળી રજીસ્ટ્રેશનઃ આજે યાર્ડમાં રજાઃ પણ રાજકોટના ૧૮ર ગામોમાં ચાલુઃ પ્રથમ દિવસે રાજયમાં ૭૧ હજાર નોંધણી...

ફર્સ્ટ નંબરે ગીર સોમનાથ ૧૧ હજારઃ રાજકોટ ચોથા નંબરે ૭પ૭૬:તેમાં યાર્ડમાં ૮૦૦ બાકી ગામડામાં નોંધણી થઇ : ગયા વર્ષે પુરી સીઝન દરમિયાન ર લાખ ૧૦ હજરની નોંધણી હતી આ વખતે પ્રથમ દિવસે જ ૪૦ ટકા કામગીરી થઇઃ ખેડૂતોને તાલુકા મથક સુધી ધક્કા બચી ગયા...

રાજકોટ તા. ર :.. આજે ગાંધી જયંતિએ રાજકોટ સહિત રાજયભરના યાર્ડમાં રજા જાહેર કરાઇ છે, આથી યાર્ડમાં મગફળીનું રજીસ્ટ્રેશન નહિ થાય... પરંતુ સરકાર દ્વારા ગામડાઓમાં જે વીલેજ કોમ્પ્યુટર સર્વિસ શરૂ કરાઇ છે ત્યાં રજીસ્ટ્રેશન ચાલુ હોવાનું અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

ગઇકાલે પ્રથમ દિવસે જ રાજકોટ સહિત રાજયભરમાં રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ ભારે ધસારો કર્યો હતો, અને સવારે ૧૦ થી સાંજે ૭ સુધીમાં રાજયભરમાં ૭૧૩પ૩ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.

તેમાં રાજય ફર્સ્ટમાં ગીર સોમનાથ જીલ્લો ૧૧ હજાર, બીજા નંબરે જૂનાગઢ જીલ્લો-૮ હજાર, જામનગર ત્રીજા નંબરે ૭૮૦૦ તથા રાજકોટ ચોથા નંબરે ૭પ૭૬ નું રજીસ્ટ્રેશન થયું છે.

રાજકોટમાં ૭પ૭૬ માંથી યાર્ડમાં તો માત્ર ૮૦૦ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવેલ, બાકી તો ખેડૂતો ડાયરેકટલી ગ્રામ્યના વીઆરએસ સેન્ટર ઉપર પહોંચી ગયા હતાં.

ગયા વર્ષે કુલ આખી સીઝનનું રજીસ્ટ્રેશન ર લાખ ૧૦ હજાર આસપાસ હતું. આ વખતે પ્રથમ દિવસે જ ૭૧ હજાર ઉપર થયું છે, ૪૦ ટકા કામગીરી પહેલા દિવસે જ નોંધાઇ છે.

(11:51 am IST)