Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાજકોટ તાલુકામાં મગફળી સહિતના પાકને ભારે નુકશાન, ખેડૂતો સહાય ઝંખે છેઃ નાનજીભાઇ ડોડિયા

ટેકાના ભાવના બદલે ભાવાંતર યોજના દાખલ કરોઃ મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ તા. ર : જિલ્લા પંચાયતના સભ્ય નાનજીભાઇ ડોડિયા (કોઠારિયા) એ મુખ્યમંત્રીને પત્ર પાઠવી રાજકોટ તાલુકાના ખેડૂતોને વધુ પડતા વરસાદથી થયેલ ખેતી વિષયક નુકશાનનું વળતર ચૂકવવા અને ટેકાના ભાવે મગફળી ખરીદીની યોજનાના બદલે ભાવાંતર યોજના લાવવા માંગણી કરી છે.

નાનજીભાઇએ પત્રમાં જણાવ્યું છે કે ખેતીના પાકો જેવા કે, તલી, બાજરી, મગફળી, કપાસ સંપૂર્ણ પાકી ગયેલ છે. હાલ અતિવૃષ્ટિ થયેલ છે તલી, બાજરી, મગફળીની મોસમ ભરપુર હતી ત્યારે વરસાદના કારણે બધા પાકો પલળીને રાખ થઇ ગયેલ છે. અને હજુ પણ ખેતરોમાં પાણી ભરેલા છે છેલ્લા ત્રણ ચાર વર્ષથી દુષ્કાળ જેવી પરિસ્થિતિમાંથી બાર નીકળેલ નથી ત્યાં આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાંથી બાર નીકળેલ નથી ત્યાં આ વર્ષે પણ લીલો દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે. વડાપ્રધાને વચન આપેલ કે વરસાદથી કોઇ પણ જાતની આફત આવે ત્યારે કેન્દ્ર સાથે જ છે તો આજે ખેડૂતોએ મગફળી, કપાસ પાક માટે તગડા પ% જેવા પ્રિમિયમ ભરેલ છે અને પાક વિમા કંપનીઓએ ગયા વર્ષે ભયંકર દુષ્કાળ હોવા છતાં કપાસમાં એક પણ રૂપિયો આપેલ નથી. મગફળીમાં સંપૂર્ણ પાક નિષ્ફળ હોવા છતાં પાક વિમાની નહિવત રકમ આપેલ છે.

આ વર્ષે તાલુકામાં વહેલી તકે સર્વે કરીને ખેડુતોને નુકશાનનું વળતર અપાવો તેવી માંગણી સરકાર તરફથી મગફળી ખરીદીના ફોર્મ ભરવાનું ચાલુ કરેલ છે.  નાનો અને નબળો ખેડૂત આ પ્રક્રિયાથી સાવ અજાણ છે અને તેને કોઇ લાભ મળેલ નથી તો આ યોજનાને બદલે ભાવાંતર યોજના લાગુ કરો તો નાના અને નબળા ખેડૂતોને વધુ લાભ મળી શકે.

(11:49 am IST)