Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાજકોટમાં ઇ-સ્ટેમ્પીંગ સીસ્ટમ ધીમી : દેકારો

રાજય સરકાર લોકોને સરળતાથી સ્ટેમ્પ મળે તેવી સુવિધા કાર્યરત હતી તેને બદલે લોકોને પારાવાર હેરાનગતીઃ સ્ટેમ્પીંગ માટે થપ્પાઃ અરજદારો લાઇનમાં: સ્ટેમ્પ વેન્ડરો અને પોસ્ટ કર્મચારીઓ મોડી રાત્રી સુધી સ્ટેમ્પ જથ્થો જમા કરાવવામાં પરેશાન

રાજકોટ, તા., ૧: સમગ્ર ગુજરાત રાજયમાં ૧-૧૦-ર૦૧૯થી ફીજીકલ નોન જયુડીશ્યલ સ્ટેમ્પનું વેચાણ બંધ થતું હોય આજે પ્રથમ દિવસે જ સ્ટેમ્પીંગ કરાવવા ભારે ધસારો થયો હતો.

કલેકટર કચેરી તેમજ અન્ય સરકારી કચેરી તેમજ સબ રજીસ્ટ્રાર કચેરીમાં જાહેર જનતા જોગ સુચના આપતા બોર્ડ લગાવવામાં આવ્યા છે. જેમાં ફ્રેન્કીંગ સેન્ટર અને ઇ-સ્ટેમ્પીંગ સેન્ટરની યાદી સરનામા સાથે જાહેર કરી છે.  જેમાં (૧) સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન લી. સદ્ગુરૂ કોમ્પ્લેક્ષ, કાળાવડ રોડ, રાજકોટ (ર) સ્ટોક હોલ્ડીંગ કોર્પોેરેશન લી.         ઓરબીટ કોમ્પલેક્ષ, સદરહ બજાર, રાજકોટ (૩) ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર - જુની કલેકટર કચેરી કંમ્પાઉન્ટ, રાજકોટ (૪) ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર - ડી.અચે. કોલેજ કમ્પાઉન્ડ, રાજકોટ (પ) બેન્ક ઓફ બરોડા -એમ. જી. રોડ, પોસ્ટ ઓફીસ પાસે, રાજકોટ (૬) ઓરીએન્ટલ બેન્ક ઓફ કોમસસ્- મંગલભવન, નિર્મલા સ્કુલ રોડ, રાજકોટ (૭) પંજાબ નેશનલ બેન્ક -શિવનગર કમ્પાઉન્ડ ગોંડલ, રોડ, રાજકોટ (૮) તમિલનાડુ મર્કેન્ટાઇલ બેન્ક - સૂર્યા આર્કેડ, એમ.જી.રોડ, રાજકોટ (૯) એસ.વી.સી. બેન્ક લી. - મંગલતીર્થ, નિર્મલા રોડ, રાજકોટ (૧૦) ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર -એવરોન લોજીસ્ટીકસ પ્રા. લી., સ્ટાર ચેમ્બર્સ, રાજકોટ સમાવેશ થાય છે.

આજ સવારથી જ ઇ-સ્ટેમ્પીંગ સેન્ટર ઉપર અરજદારો ઇ-સ્ટેમ્પીંગ કરાવવા માટે ગયા હતા ત્યારે ઇ-સ્ટેમ્પીંગની સીસ્ટમ ધીમી હોય, દરેક સેન્ટરમાં ઇ-સ્ટેમ્પીંગ માટે થપ્પા લાગી ગયા હતા અને અરજદારો હેરાન-પરેશાન થઇ ગયા હતા.

શુકનવંતા નવરાત્રીના દિવસોમાં મિલ્કત ખરીદીના દસ્તાવેજો થતા હોય છે તેમજ અન્ય મોટા કામ કરવા માટે તેમજ નોંધણી માટે ઇ-સ્ટેમ્પીંગ લેવા માટે ભારે દોડધામ કરતા નજરે પડયા હતા. ખુદ વકીલોને પણ લાઇનમાં ઉભુ રહેવું પડે છે.

ફીજીકલ સ્ટેમ્પમાં જે તે અરજદારો કે વકીલોને ડાયરેકટ બેથી ત્રણ મીનીટમાં સ્ટેમ્પ મળી જતા હતા જયારે ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતીમાં દરેક પક્ષકારો કે વકીલોને કલાકોના કલાકો સુધી રાહ જોવી પડે છે. હજારો કે લાખોના સ્ટેમ્પ માટે પણ પક્ષકારોને હેરાનગતી ભોગવવી પડે છે.

પક્ષકારો અને વકીલોમાં એવી ચર્ચા થતી હતી કે સરકાર સામાન્ય લોકોને સુવિધા સરળતાથી મળે તે જોવું જોઇએ પરંતુ રાજય સરકારે ફરજીયાત ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતી અમલમાં  લાવતા મજુરથી માંડી ઉદ્યોગપતિઓને  લાઇનમાં  ઉભા રાખી દીધા છે. એટલુ જ નહિ ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતીમાં નાના માણસો કે મજુરોને ફોર્મ ભરતા આવડતુ ન હોય તેઓને બીજા પર આધાર રાખવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. (૪.૧૩)

આજથી ફીઝીકલ નોન-જયુડીશિયલ સ્ટેમ્પનું વેચાણ બંધ થતુ હોય, તેની સામે ડીઝીટલ

સ્ટેમ્પ મેળવવા અંગેના રાજકોટ શહેરમાં ઉપલબ્ધ ફ્રેન્કીંગ તથા ઇ-સ્ટેમ્પીંગ સેન્ટર

 

 

ફ્રેન્કીંગ સેન્ટર

ઇ-સ્ટેમપીંગ સેન્ટર

 

 

 

ક્રમ નં.

કચેરી-બેંકનું નામ

  સરનામુ

ક્રમ નં.     

   કચેરી-બેંકનું નામ

        સરનામુ 

૧.

યુનિયન બેંક ઓફ ઇન્ડીયા

મેઇન બ્રાન્ચ, જયુબેલી ગાર્ડન સામે રાજકોટ 

૧.

સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન લી.

સદ્ગુરૂ કોમ્પ્લેા, કાલાવડ રોડ, રાજકોટ

ર.

ધરતી કો.ઓ. બેંક

કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે રોડ રાજકોટ

ર.

સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન લી.

ઓરબીટ કોમ્પ્લેા, સદરબજાર, રાજકોટ

૩.

એકસીસ બેંક લી.

'ટાઇટન', કે.કે.વી. હોલ પાસે કાલાવાડ

૩.

ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર

જુની કલેકટર કચેરી કમ્પાઉન્ડ, રાજકોટ

 

 

રાજકોટ.

 

 

 

૪.

ધ કોસ્મોસ કો.ઓ. બેંક

આનંદછાયા કોમ્પલેસ, પટેલ ભેળવાળા

૪.

ઇ-સ્ટેમપ્ીંગ સુવિધા કેન્દ્ર

ડી.એચ. કોલેજ કમ્પાઉન્ડ, રાજકોટ

 

 

ચોકમાં ચંદ્રીકાબેન પંડયાના દવાખાનાની

 

 

 

 

 

બાજુમાં, રાજકોટ

 

 

 

પ.

સીટીઝન કો.ઓ. બેંક લી.

જવાહર રોડ, એમ.જી. વિદ્યાલય

પ.

બેંક ઓફ બરોડા

એમ.જી.રોડ, પોસ્ટ ઓફીસ પાસે,

 

 

પાસે, રાજકોટ

 

 

રાજકોટ

૬.

યુકો બેંક

જવાહર રોડ, રાજકોટ

૬.

ઓરીએન્ટલ બેંક ઓફ કોમર્સ

મંગલ ભવન, નિર્મલા સ્કૂલ રોડ, રાજકોટ

૭.

એસ.બી.આઇ. (બેંક)

જીમખાના રોડ, પહેલા માળે,

૭.

પંજાબ નેરલ બેંક

શિવનગર કમ્પાઉન્ડ, ગોંડલ રોડ,

 

 

શાસ્ત્રી મેદાન સામે, રાજકોટ

 

 

રાજકોટ

૮.

મહેસાણા અર્બન કો.ઓ. બેંક

'નાત્ર' કે.કે.વી. હોલ ૧૫૦ ફુટ રોડ,રાજકોટ

૮.

તમિલનાડુક મર્કેન્ટાઇલ બેંક

સુર્યા આર્કેડ, એમ.જી. રોડ, રાજકોટ

૯.

આઇ.ડી.બી.આઇ. બેંક લી.

વિશિષ્ટ કો. શાખા, કે.કે.વી. સર્કલ પાસે

૯.

એસ.વી.સી. બેંક લી.

મંગલતીર્થ, નિર્મલા રોડ, રાજકોટ

 

 

કાલાવડ રોડ રાજકોટ

 

 

 

૧૦.

ધ કો.ઓ. બેંક લી. રાજકોટ

શંકર સરિતા એચ.ઓ. પંચનાથ રોડ,રાજકોટ

૧૦.

ઇ-સ્ટેમ્પીંગ સુવિધા કેન્દ્ર

એવરોન લોજીસ્ટીકસ પ્રા.લી., સ્ટાર ચેમ્બર્સ, રાજકોટ.

૧૧.

રાજકોટ નાગરિક સહકારી બેંક લી.  -નાગરિક ભવન નં.૧, ઢેબર રોડ, રાજકોટ

 

 

 

 

૧ર.

કોટક મહીન્દ્રા બેંક

શ્રીનાથ ટ્રસ્ટ, નાથ વિહાર, રેસકોર્ષ ચોક, રાજકોટ

 

 

 

૧૩

એસ.બી.આઇ.

જવાહર રોડ, ઝનાના હોસ્પિટલની સામે

 

 

(એસ.એમ.ઇ. સેન્ટર)

 

૧૪.

ધ કાલુપુર કો.ઓ. બેંક

કે.કે.વી. હોલ અને ઇન્દીરા સર્કલની

 

 

 

 

 

વચ્ચે ૧પ૦ રીંગ, રોડ રાજકોટ.

 

 

 

(11:52 am IST)