Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નેટ કરતા મેચ પ્રેકટીસ મહત્વની : અજિંકય રહાણે

રાજકોટ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આગામી ગુરૂવારથી ટેસ્ટ મેચ શરૂ થનાર છે ત્યારે આજે બપોરે ત્રણ વાગ્યે ભારતીય ટીમે ખંઢેરીના મેદાનમાં નેટ પ્રેકટીસ કરી હતી : આ અગાઉ ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અજિંકય રહાણેએ પત્રકારોને જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક સમયથી ટીમમાંથી ડ્રોપ હોવા છતાં નેટ પ્રેકટીસ નિયમીત રીતે કરૂ છું, પરંતુ નેટ પ્રેકટીસ કરતા મેચ પ્રેકટીસ મહત્વની હોય છે : ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સીરીઝના હાર અંગેના જવાબમાં રહાણેએ કહ્યું હતું કે, અમે ભૂતકાળ ભૂલી જવા માંગીએ છીએ અને નવી શરૂઆત કરવા માંગીએ છીએ : ટીમ ઈન્ડિયા હોમટાઉનમાં રમી રહી હોય ચોક્કસપણે આપણી ટીમને ફાયદો થશે : વિદેશની પીચો કરતા આપણું વાતાવરણ અલગ હોય છે : અમે વિન્ડીઝ સામે આક્રમકતાથી રમીશુ : રાજકોટના ખંઢેરી મેદાનની પીચ ઘણી સારી છે, પરંતુ હાલમાં કંઈ કહી ન શકાય : તેમણે મુંબઈના યુવા બેટ્સમેન પૃથ્વી શો અંગે જણાવ્યુ હતું કે, તે એક યુવા બેટ્સમેન છે અને અન્ડર-૧૯ વર્લ્ડકપમાં અને ત્યારબાદ પણ સતત સાતત્યભર્યુ પર્ફોર્મન્સ કરી રહ્યો છે : રાહુલ દ્રવિડના માર્ગદર્શનમાં તે ખીલી રહ્યો છે : આગામી સમયમાં ભારતીય ટીમમાં ચોક્કસ સ્થાન તે મજબૂત કરશે

(4:19 pm IST)