Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગાંધીના ગુજરાતમાંથી જીવતા પશુઓની ધમધોકાર નિકાશ

જીવદયાપ્રેમી સમૂદાયની સરકારને રજૂઆતઃ મોટાભાગની નિકાસ ગેરકાયદેઃ કોર્ટની માર્ગદર્શિકાનો પણ અમલ થતો નથી

રાજકોટ,તા.૨: ગાંધી જયંતીની પૂર્વ સંઘ્યાએ , ગુજરાતની ધરતી પરથી જીવંત પશુઓને નિકાસ અટકાવવા જીવદયાપ્રેમીઓએ સરકારને અનુરોધ કરી એક વિસ્તૃત પત્ર લખી નિકાસ દરમિયાન થતી બેદરકારીનો ઉલ્લેખ પણ કર્યો છે.

તેમણે જણાવેલ કે, અમારી જાણકારી અનુસાર ટુના ટર્મિનલ, કંડલા પોર્ટ ખાતેથી જીવંત પશુઓ (બકરા  –  ઘેટાં જેવા  અબોલ અને નિર્દોષ જીવોની) અરેબિયન દેશો તરફ નિકાસની પ્રક્રિયા શરુ થઈ જહાજો ર્ેારા રવાના થશે. જીવંત પશુઓની નિકાસ સંદર્ભે ટુણા બંદર(શ્રી પંડિત દિનદયાલ પોર્ટ) તથા ગુજરાતના અન્ય બંદર તથા એરપોર્ટ થી જે પ્રાણીઓની નિકાસ થાય છે ત્યાં પ્રવર્તમાન કાનુની પ્રક્રિયાનું ઉલ્લંઘન કરવામાં આવી રભ્ું છે.

નામદાર ગુજરાત હાઈકોર્ટ લ્ઘ્ખ્ ૧૨૪૬૨ / ૨૦૧૮ ંમાં આપેલ ચુકાદા અનુસાર અને ભારત સરકારની તા.૧૦/૯/૨૦૧૮ની માર્ગદર્શિકા અનુસાર અબોલ જીવોના અધિકારીઓના વિશાળ હિતને ધ્યાનમાં રાખીને તેમાં આપેલ કાનુની જોગવાઇઓનું કડક રીતે પાલન થાય તે અંગે કમિટી બનાવી – સંપૂર્ણ પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરાવી અને પારદર્શક રીતે કાર્યવાહી થાય તે અંગે જોવાની સરકારની ફરજ છે.

કેન્દ્ર સરકારના કૃષિ મંત્રાલય અંતર્ગત પશુપાલન વિભાગ ર્ેારા તાજેતરમાં જે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે તેમાં નાગરાજા વિરુદ્ઘ ભારત સરકારના કેસમાં સુપ્રિમ કોર્ટ ર્ેારા આપવામાં આવેલા નિર્દેશોનું પણ પાલન કરવાની સૂચના રાન્નયોના પશુપાલન ખાતાંને આપવામાં આવી છે. ઇ.સ.૨૦૦૭માં સુપ્રિમ કોર્ટમાં એ. નાગરાજા વિરુદ્ઘ ભારત સરકારનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસનો ચુકાદો આપતાં સુપ્રિમ કોર્ટે પ્રાણીઓના મૂળભૂત પાંચ અધિકારો માન્ય રાખ્યા હતા.

આ અધિકારોમાં (૧) પહેલો અધિકાર ભૂખ અને તરસથી મુકિતનો અધિકાર છે. દરેક પ્રાણીને આરોગ્ય અને તાકાત જાળવી રાખવા માટે પર્યાપ્ત માત્રામાં ચારો અને શુદ્ઘ પાણી મેળવવાનો અધિકાર છે.

(૨) દરેક પ્રાણીને ભય અને ચિંતાથી મુકિત મેળવવાનો અધિકાર છે.

(૩) દરેક પ્રાણીને દુઃખથી તેમ જ અસુવિધાથી મુકિત મેળવવાનો અધિકાર છે. આ માટે દરેક પ્રાણીને જીવવા તેમ જ આરામ કરવા માટે ઉચિત આશ્રયસ્થાન મેળવવાનો અધિકાર છે.

(૪) દરેક પ્રાણીને પીડા, ઇજા તેમ જ રોગોથી મુકિત મેળવવાનો અધિકાર છે. આ માટે પ્રાણીના માલિકે તેના માટે દવા, ડોકટર, રસી, સારવાર વગેરેની ઉચિત વ્યવસ્થા કરવી જોઇએ.

(૫) દરેક પ્રાણીને પોતાની સામાન્ય વર્તણુક પ્રદર્શિત કરવાનો અધિકાર છે.

સુપ્રિમ કોર્ટે નાગરાજા વિરુદ્ઘ ભારત સરકારનો કેસમાં આપેલ પ્રાણીઓના મૂળભૂત પાંચ અધિકારો ની રક્ષા કરવાની ફરજ સરકારની અને તેના તમામ અધિકારીઓની રહેલી છે. પરંતુ જીવંત પશુની નિકાસમાં તેના અધિકારોની હત્યા કરવામાં આવી રહી છે.

જાણકારી અનુસાર ટુના પોર્ટ સ્થિત વેટરનરી ડોકટરો અને અન્ય સંબંધિત અધિકારીઓ ર્ેારા પ્રવર્તમાન જીવંત પશુઓની નિકાસ અંગેની કાયદાકીય જોગવાઇઓનો ખુલ્લેઆમ ભંગ કરાઈ રહ્યો છે.

આ સમાચારથી જીવદયા પ્રેમીઓના હૃદય દ્રવી ઉઠ્યા છે. ગાંધીજીના કરુણામય ગુજરાતની અહિંસક ભૂમિ પરથી આવી  રીતે જીવતા પશુઓને (ઘેટાં – બકરા – પાડા જેવા  અબોલ અનેનિર્દોષ જીવોને) એક્ષપોર્ટ કરવાની  ક્રૂર યોજના તાત્કાલિક અસરથી બંધ કરવા માટે એનિમલ વેલ્ફર બોર્ડને વિનમ્ર ભાવે નિર્દોષ – અબોલ જીવોની રક્ષા માટે અપીલ કરાઈ છે.

આ સમાચારે ભારતની જીવદયા પ્રેમી જનતાના હૃદયમાં આ નિર્ણય સામે દુઃખની લાગણી પેદા કરી છે.

ભારતની પુણ્ય ભૂમિ પરથી આવી ક્રૂર હિંસક યોજના હવાઈ, દરિયાઈ અને જમીન માર્ગે બંધ કરવા માટે યોગ્ય પગલાં લેવા માટે તાકીદે નિર્ણય લેવા નમ્ર વિનંતી પણ કરાઈ છે. તેમ આદર્શ ભારત નેટવર્કની માહીતીમાં જણાવાયેલ છે.

જીવંત પશુઓની નિકાસ અટકાવવા બાબતે જીવદયા પ્રેમીઓએ આપેલ મુદ્દાઓ

(૧) પ્રવર્તમાન સમયમાં દુનિયાના શકિતશાળી બ્રિટન- ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં અને પાકિસ્તાનમાં પણ જીવિત પશુઓની નિકાશ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. એનિમલ ઓસ્ટ્રેલિયાએ કરેલા ઈન્વેસ્ટિગેશન મુજબ આરબ દેશોમાં ખુબજ ક્રૂરતા પૂર્વક પ્રાણીઓ સાથે વ્યવહાર થાય છે. જ્યાં નિકાસ કરવામાં આવે છે. તેવા દેશોમાં પશુઓને તવા ઉપર પટ્ટાથી બાંધીને જીવતા શેકવામાં આવે છે. આમ ક્રૂરતા સભર રીતે દુષ્ટ વ્યવહાર કરવામાં આવે છે.

(૨) જીંવત પુશઓની નિકાસના કારણે આપણા જ દેશના અમૂલ્ય પશુધનના અસ્તિત્વ પર ખતરો તોળાશે. ૧૯માં લાઈવ સ્ટોક સેન્સસ-૨૦૧૨ મુજબ ઘેટાની સંખ્યામાં ૯ટકાનો ઘટાડો અને બકરીની સંખ્યામાં ૩.૮૨ ટકાનો ઘટાડો થયેલો છે. જયારે ૨૦૧૩ થી ૨૦૧૭ સુધી એક્સપોર્ટમાં વધારો થયો છે. આ ટ્રેન્ડ જોતા ૨૦૨૨ સુધી ૨૫ ટકા નો ઘટાડો થઈ શકે છે.

(૩) જીવંત પશુની નિકાસમાં સ્જ્ઞ્ંર્શ્રીદ્દજ્ઞ્ંઁ ંશ્ ષ્ટશ્વંરુજ્ઞ્સ્નજ્ઞ્ંઁસ્ન  ંશ્ ખ્મ્ઘ્લ્ (ખ્ઁજ્ઞ્ર્ૃીશ્ર ર્મ્યીર્શ્વીઁદ્દજ્ઞ્ઁફૂ ્રૂ ઘ્ફૂશ્વદ્દર્જ્ઞ્શ્જ્ઞ્ણૂીદ્દજ્ઞ્ંઁ લ્ફૂશ્વરુજ્ઞ્ણૂફૂસ્ન) ની સંપૂર્ણ ઉલ્લંઘન થતું જોવા મળે છે. આ ઉપરાંત હબ એક્ટ એકસપોર્ટ કરતી વખતેની ત્ફુફૂઁદ્દજ્ઞ્દ્દક્ક ર્દ્દીિં ંશ્ ર્ફૂીણૂત્ર્ ર્ીઁજ્ઞ્ર્ૃીશ્ર, સ્ર્ીણૂણૂજ્ઞ્ઁર્ીદ્દજ્ઞ્ંઁ ્રૂ જ્જ્ઞ્દ્દઁફૂસ્નસ્ન ઘ્ફૂશ્વદ્દર્જ્ઞ્શ્જ્ઞ્ણૂીદ્દફૂ વિગેરે જોગવાઈનું ઉપરાંત  બ્ત્ચ્ ઈન્ટરનેશનલ સંસ્થાના ચેપ્ટર ૭ મુજબના નિયમનું પણ ઉલ્લંઘન થતું જોવા મળે છે.

(૪) નિકાસ કરતી વખતે પૂરતા પ્રમાણમાં ઘાસચારો, પાણી, એમને રહેવા માટેની જગ્યા વગેરે ઘણા નિયમોનું ઉલ્લઘન થાય છે. વેટરીનરી ડોકટર દ્વારા ૧૦૦૦ થી ૨૦૦૦ પશુ માટે એક જ મેડિકલ સર્ટિફિકેટ આપી દેવામાં આવે છે. એ સિવાય ઘણી મોટી સંખ્યામાં કાયદાકીય ઉલ્લઘન થઈ રહયું છે.

(૫) જીંવત પશુઓની નિકાસમાં અન્ડર ઈન વોઈસીંગના માધ્યમે દેશને ભયંકર રાજસ્વનું નુકશાન થઈ રહયું છે તથા એકસપોર્ટર જયાંથી ઘેટાં બકરા ખરીદે છે ત્યાં કેશમાં બિલ વગર ખરીદી કરી રહ્યા છે અને મોટા પ્રમાણમાં રોકડ વ્યવહાર થાય છે. આર્થીક ગુન્હાખોરીના માધ્યમે ગેરકાયદેસર હવાલા રેકેટ ચલાવી મની લોન્ડ્રીંગની ગંભીર ગુનાહિત પ્રવૃતિ આચરી રાષ્ટ્રને નુકશાન પહોંચાડાઈ રહ્યું હોય તેની શંકા હોય તેથી તેની ગંભીર તપાસ કરાવી આવશ્યક છે. આ ગેરકાયદેસર ગુનાહિત પ્રવૃતિ દ્વારા મેળવેલ નાણાંનો ઉપયોગ દેશદ્રોહી પ્રવૃતિમાં આવતો હોય તેની પણ શંકા હોય તેથી તેની તપાસ કરાવી આવશ્યક છે.

(૬) ઘેટાં- બકરા જેવા જીવો ખેતીની જમીન ફળદ્રુપ બનાવવામાં મોટું યોગદાન આપે છે. ઉનનું ઉત્પાદનના કારણે સેંકડો લોકો રોજી પામી રહ્યા છે. કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા સેંકડો ખેડૂતો અને પશુપાલકોના જીવન નિર્વાહ- રોજી રોટી પણ જોખમાશે.

(4:18 pm IST)