Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પાસાનું વોરંટ ઈશ્યુ થયા બાદ એક વર્ષથી ફરાર ગોપાલ જોટંગીયા પકડાયો

યુનિવર્સિટી પોલીસે વાણંદ શખ્સને ભગતસિંહજી ગાર્ડન પાસેથી પકડી વડોદરા જેલમાં ધકેલાયો

રાજકોટ, તા. ૨ :. મારામારીના ગુન્હામાં પકડાયેલા વાણંદ શખ્સને પાસામાં ધકેલવા માટે વોરંટ ઈશ્યુ થયા બાદ એક વર્ષથી ફરાર વાણંદ શખ્સને યુનિવર્સિટી પોલીસે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ યુનિવર્સિટી પોલીસ મથક હેઠળના વિસ્તારમાં અવારનવાર મારામારીના ગુન્હામાં પકડાયેલો ગોપાલ સુરેશભાઈ જોટંગીયા (ઉ.વ.૨૬) (રહે. ભગતસિંહજી ગાર્ડન પાછળ, આવાસ યોજના કવાર્ટર બ્લોક નં. ૬૨/૩૮૪)ને પાસામાં ધકેલવા માટે એક વર્ષ પહેલા વોરંટ ઈશ્યુ કરવામાં આવ્યુ હતું. વોરંટ ઈશ્યુ થતા ગોપાલ જોટંગીયા ફરાર થઈ ગયો હતો. દરમ્યાન ગઈકાલે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઈન્ટ કમિશનર સિદ્ધાર્થ ખત્રીની સૂચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઈ આર.વાય. રાવલ, પીએસઆઈ એન.બી. ડોડીયા, હેડ કોન્સ. જે.પી. મેવાડા, ગીરીરાજસિંહ જાડેજા, હરેશભાઈ, રવિરાજસિંહ, ધર્મેન્દ્રસિંહ, રાજેશભાઈ અને ધર્મરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે રવિરાજસિંહ અને ધર્મેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે ગોપાલ જોટંગીયાને યુનિવર્સિટી રોડ ભગતસિંહજી ગાર્ડન પાસેથી પકડી લઈ તેને વડોદરા જેલમાં ધકેલી દીધો હતો.

(4:17 pm IST)