Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગુ. ક્ષ. કડીયા જ્ઞાતિજનો માટે દશેરાએ રાસોત્સવ

દોઢ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ્સ, લાઈવ ઓરકેસ્ટ્રા સંગ ખેલૈયાઓ ઝૂમશે : બામ્બુ બીટ્સના ગાયકોના સથવારે દશેરાના દિવસે આયોજન : નરેન્દ્રભાઈ સોલંકી

રાજકોટ, તા. ૨ : દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરમાં શ્રી ગુ. ક્ષ. કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ સંચાલિત સાંસ્કૃતિક સમિતિ દ્વારા આયોજીત માં જગદંબાની આરાધના માટે જ્ઞાતિ સમસ્ત ઉપક્રમે જગત જનની માં ભગવતીના ગરબા ગાવા માટેનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

શ્રી ગુ. ક્ષ. કડીયા જ્ઞાતિમાં પૂજય માં ભગવતીની ભાવ પૂર્વક આરાધના થઈ શકે તેમજ જ્ઞાતિના બાળકોમાં રહેલી સાંસ્કૃતિક શકિતઓને તેમજ ભવ્ય દિવ્ય શકિતઓને બહાર લાવી શકાય તેમજ સમાજમાં સંગઠનની પ્રબળ ભાવનાઓ ઉત્પન્ન થાય અને તે જળવાય રહે તેવા હેતુથી શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત દ્વારા દર વર્ષની માફક આ વર્ષે પણ નવલી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે આગામી તા.૧૯ શુક્રવારે (દશેરા)ના રોજ શ્રી ગુ.ક્ષ. કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ સંચાલિત સાંસ્કૃતિક સમિતિ દ્વારા આયોજીત નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે.

આ મહોત્સવમાં યુવાનો - યુવતીઓ સહિત અબાલ વૃદ્ધ તમામ જ્ઞાતિજનો રંગેચંગે માંની આરાધના કરશે અને ગરબે ઘૂમશે. જ્ઞાતિજનોનો મહાસાગર ઘુઘવાશે. શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ દ્વારા સમસ્તના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ આગામી તા.૧૯ને શુક્રવારના ભવ્ય નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિના દરેક લોકોને ભાગ લેવા માટે જ્ઞાતિ સમસ્તના પ્રમુખ તેમજ આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ શ્રી જીવરાજબાપુ દ્વારા આહવાન કરવામાં આવે છે.

આ આયોજનમાં આ વર્ષે આધુનિક ડીજીટલ સિસ્ટમ અંગે ખેલૈયાઓ ઝૂમી શકે તે માટે વિશાળ જગ્યામાં કાર્પેટ સુધીની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. બાળકોથી માંડી યુવા ખેલૈયાઓને આકર્ષક ઈનામો આપવામાં આવશે.

નવરાત્રીનું સ્થળ બામ્બુ બીટ્સ ગ્રાઉન્ડ, પ્રતિલોક પાર્ટી પ્લોટની સામે, નાના મૌવા મેઈન રોડ, રાજકોટ. સમગ્ર કાર્યક્રમ શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ સમસ્તના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ સોલંકીની અધ્યક્ષતામાં તેમજ માર્ગદર્શન હેઠળ યોજાઈ રહ્યો છે. જેની સફળતા માટે શ્રી ગુ. ક્ષ. કડીયા જ્ઞાતિ સમસ્ત રાજકોટ સંચાલિત સાંસ્કૃતિક સમિતિના યુવાન સભ્યો દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

(4:16 pm IST)