Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પ્રચારના શ્રી ગણેશ

કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક અભિયાન

રાજકોટમાં વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ

લોકસંપર્કઃ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા આજે વિધાનસભાના વિપક્ષી નેતા પરેશભાઇ ધાનાણીની ઉપસ્થિતિમાં લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો તે પ્રસંગની તસ્વીરમાં મહેશ રાજપુત, પ્રદીપભાઇ ત્રવેદી, જસવંતસિંહ ભટ્ટી સહીતના અગ્રણીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા) (૪.૧૧)

રાજકોટ, તા., રઃ લોકસભાની ચુંટણીની પુર્વ તૈયારીના ભાગરૂપે કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજયમાં આજથી લોકસંપર્ક અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે રાજકોટમાં વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે.

આ અંગેની પ્રાપ્ત માહીતી મુજબ   રાજકોટ સહિત સમગ્ર રાજયમાં કોંગ્રેસ દ્વારા લોકસંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજે રાજકોટ શહેર-જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઉપસ્થિતીમાં બપોરે ૧૨.૦૦ કલાકે જનસંપર્ક અભિયાન કાર્યક્રમની શરૂઆત આમ્રપાલી વિસ્તારમાં પ્રદીપભાઇ ત્રિવેદીની ઓફીસેથી કરવામાં આવી હતી.તેમ શહેર કોંગ્રેસના પ્રમુખ મહેશ રાજપૂતે જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ આપના દ્વારા કાર્યક્રમ અંતર્ગત કોંગ્રેસના સિનિયર નેતાઓની આગેવાનીમાં કાર્યકરો રાજયના પ૦ હજાર બુથમાં આવતા દરેક ઘરે ઘરે ફરીને ભાજપ સરકારના ભ્રષ્ટાચાર અને નિષ્ફળતાઓને ઉજાગર કરતા સ્થાનિક રાષ્ટ્રીય પ્રશ્નો અને રાજકીય મુદ્દાઓ સાથેની વિસ્તૃત માહિતી સાથેની પત્રિકા લોકો સુધી પહોંચાડશે.

(4:03 pm IST)