Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સરદાર કલબ દ્વારા દિવ્યાંગ બાળકોના લાભાર્થે રાસોત્સવઃ નરેશભાઈના હસ્તે આરતી

હિના ફાઉન્ડેશનને ચેક અપાશેઃ ૧ લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ્સઃ પાંચ હાજર ખેલૈયાઓ એકસાથે રાસ રમશે

રાજકોટ,તા.૨: શહેરના ઉપલા કાંઠા વિસ્તારમાં મંદબુદ્ઘિ ના બાળકો ના લાભાર્થે ધમાકેદાર નવરાત્રિ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. પહેલી આરતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ ના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવશે અને દિવ્યાંગ બાળકો ના હસ્તે મહોત્સવ ને ખુલો મુકવામાં આવશે ત્યારબાદ નરેશભાઈ ના હસ્તે હિના ફાઉન્ડેશન ને ચેક અર્પણ કરવામાં આવશે.

રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર ઈઓસી પ્લાન્ટ સામે હિના ફાઉન્ડેશન દ્વારા ૩૫ સર્વજ્ઞાતિના બાળકો ને વિનામૂલ્યે શિક્ષણ અને હોસ્ટેલ ની સુવિધા આપી રહ્યા છે જેના લાભાર્થે આ રાસોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે.

સંત શ્રી ભોજલરામ ફાઉન્ડેશન દ્વારા  હિના ફાઉન્ડેશન ના મંદબુદ્ઘિ ના બાળકો ને એક વર્ષ માટે દત્ત્।ક પણ લેવામાં આવ્યા છે. એક સાથે પાંચ હજાર ખેલૈયાઓ રમી શકે તેવું વિશાળ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યું છે. સંપૂર્ણ રાસોત્સવ ને ડેન નેટવર્ક માં ભકિતરસ ચેનલ માં લાઈવ નિહાળી શકાશે. બાળકો તેમજ ખેલૈયાઓ માટે એક અલગ પ્રકારના સેલ્ફી ઝોન ઉભા કરવામાં આવશે. બાઉન્સર તેમજ ગ્રાઉન્ડ સિકયુરિટી અને સીસીટીવીથી સતત બાજ નજર રાખવા માં આવશે. સુરીલા સિંગરો માં પ્રકાશ પરમાર, પાયલ ગોહેલ, રોશની રાઠોડ ખેલૈયાઓને પ્રાચીન અને અર્વાચીન ગરબાથી મંત્રમુગ્ધ કરશે.

રિલેશ ઓરકેસ્ટ્રા અને ન્યુ રામદેવ સાઉન્ડ ની મોજ ખેલૈયાઓ ને ઘેલું લગાડશે ઓરકેસ્ટ્રા માં પણ વોટરડ્રમ અને ફાયર ડ્રમ થી ખેલૈયાઓ ના દિલ જીતી લેશે ૧ લાખ વોટ ની લાઇન એરે સાઉન્ડ સિસ્ટમ લગાડવા માં આવશે. પાસ ના ભાવ ચિલ્ડ્રન માટે ૨૦૦ લેડીઝ ૪૦૦ અને કપલ માટે ૧૦૦૦ રાખવા માં આવ્યા છે જૂજ પાસ બાકી હોઈ તો વહેલી તકે પાસ બુક કરાવો. ખેલૈયાઓના ફેમિલી અને વાલીઓને  જોવા માટે ફ્રી પાસ આપવામાં આવશે.

પાસ બુકિંગ માટે એડવોકેટ ચેતન ચભાળિયા ૮૦ ફૂટ રોડ કુવાડવા રોડ રાજકોટ મો. ૯૫૩૭૧ ૪૦૩૫૧

સ્થળઃ સરદાર કલબ નવરાત્રી મહોત્સવ સમર્પણ પાર્ટી પ્લોટ ની બાજુમાં ડી માર્ટ મોલ પાસે ૫૦ ફૂટ રોડ કુવાડવા રોડ રાજકોટ.  આ નવરાત્રિ ને સફળ બનાવવા માટે ભરતભાઈ પીપળીયા મો. ૯૮૨૪૪ ૩૭૯૩૨, અતુલભાઈ કમાણી,  કલ્પેશભાઈ સંખાવરા, વિશાલ રામાણી,  રમેશ લુણાગરિયા,  પરેશ ઢોલરીયા,  વિમલ મુંગરા,  ચેતન ચભાળિયા, યોગેશ બુસા,  ભુપત કાનાણી,  હિતેશ બુસા, ધવલ રૈયાણી, લીનેશ સગપરિયા અને શૈલેષ પરસાણા ઉઠાવી રહ્યા છે.

(3:49 pm IST)