Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

જીવનનગરની પ્રાચીન ગરબીઃ બાળાઓને તાલીમ આપતા તજજ્ઞો

૩૮ વર્ષથી રજૂ થતા નવતર રાસ ગરબા : રામેશ્વર મહિલા મંડળ દ્વારા સંચાલન

રાજકોટ : જીવનનગર વિકાસ સમિતિ, નવરાત્રી મહોત્સવ સમિતિ, જીવનનગર પ્રાચીન ગરબી મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરીક મંડળ તથા મહિલા મંડળના સંયુકત ઉપક્રમે ૩૮ માં વર્ષે પ્રાચીન રાસ ગરબાની રમઝટ સાથે તૈયારી આખરી તબકકામાં પહોચી છે. જીવનનગર પ્રાચીન ગરબી મંડળનુ સુકાન સુનિતાબેન વ્યાસ, અલ્કાબેન પંડયા, જયોતીબેન પુજારા, આશાબેન મજેઠીયા, શોભનાબેન ભાણવડીયા, ભારતીબેન ગંગદેવ, યોગીતાબેન જોબનપુત્રા સંભાળતાની સાથે પ્રાચીન ગરબીમાં નવતર ગરબાનો સમાવેશ કરવામાં આવ્યો છે. કુમારી માનસી માંડલીયા સંગીતના  સથવારે તાલીમ આપી રહ્યા છે. નવરાત્રી મહોત્સવમાં પ્રાચીન ગરબીમાં રીની રૂપારેલ, શિલ્પા પરમાર, ધ્રુવી કાટોડીયા, દિપા ટારીયા, ધ્રુવી રાઠોડ, મોક્ષા મકવાણા, માનસી સોનખર, સાધના સહાની, અંજલી સહાની, દેવાંગી રેણુકા, અલ્પા લગધીર, પાયલ રાઠોડ, પ્રાંજલ રાઠોડ, નમ્રતા ખાંડેખા, ગ્રીસા જાની, મહેક સાગર, મીરલ ઝાપડા, આશાબા ચુડાસમા, વિશ્વા સુરાણી, રીયા ઉપાધ્યાય, હેત્વી પરમાર, જાન્વી ડાંગર, વિદ્યા પરમાર, મીરા હેરભા, મીસરી કેસરીયા, રીયા રાવલ, આયુષી કકકડ, રૂદ્રા ચૌહાણ, હીનાબા પરમાર, દર્શિતાબા ચુડાસમા, ઇશા રાઠોડ, જાન્વી નિશાદ, ધ્યાના ચુડાસમા, મીતલ જાદવ, મીરા રાઠોડ, ક્રિષ્ના ઝાપડા, જેન્સી લુકકા, સાક્ષી જોબનપુત્રા, કિંજલ પરમાર, ગતિ ચંદે, જીનલ દોશી, મીસ્વા શાપરીયા તાલીમ લઇ રહી છે. મુકેશભાઇ પોપટ, ડો.તેજશ ચોકસી, નવીનભાઇ પુરોહિત, વિનુભાઇ ઉપાધ્યાય, ગોવિંદભાઇ ગોહેલ, વિજયભાઇ જોબનપુત્રા, પાર્થ ગોહિલ, જેન્તીભાઇ જાની, વી.સી.વ્યાસ, અંકલેશ ગોહિલ, પંકજભાઇ મહેતા, પૂજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ નવરાત્રી મહોત્સવમાં વિવિધ કામગીરી સંભાળી રહ્યા છે.

(3:39 pm IST)