Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

શારીરીક માનસીક ત્રાસ આપવાની ફરિયાદ સાબિત ન કરી શકતા આરોપીનો જામીન પર છુટકારો

રાજકોટ તા.રઃ ચંદ્રેશભાઇ કાનજીભાઇ સતાણીએ સામેવાળા મહેશ નારણભાઇ ગઢવી તથા અન્ય વ્યકિત સામે પોતાના ભાઇ વિપુલભાઇને રૂ.૧,૦પ,૦૦૦ ધંધાના વિકાસ માટે આપેલા રૂપીયા પરત ન આપતા શારીરીક માનસીક ત્રાસ આપી આપઘાત કરવાની ફરજ પાડવાના કેસમાં સેસન્સ કોર્ટે સામાવાળા મહેશભાઇ નારણભાઇ ગઢવીને રૂ.૧પ,૦૦૦ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.

કેસની વિગત મુજબ આ કામના ફરિયાદી ચંદ્રેશભાઇએ આરોપી મહેશભાઇ વિરૂધ્ધ પોતાના ભાઇ વિપુલભાઇએ ઝેરી દવા પી જવા હોસ્પિટલમાં દાખલ કરેલ જયાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજતા પોલીસે ફરિયાદીની ફરિયાદ પરથી આઇપીસી કલમ ૩૦૬નો ઉમેરો કરી આરોપી મહેશભાઇની ધરપકડ કરી હતી.

સદરહુ આરોપી મહેશભાઇ ગઢવીએ સેસન્સ કોર્ટમાં તેમના એડવોકેટ કૌશિક એમ ખરચલીયા મારફત જામીન અરજી કરતા જામીન અરજીના સમર્થનમાં એડવોકેટ ખરચલીયાએ જણાવેલ કે આરોપી તેમજ ફરિયાદીના ભાઇ જુના પડોશી હતા. અને અવાર નવાર આરોપી સાથે ઝઘડો કરતા તેઓએ આરોપી પાસેથી કોઇ રકમ વ્યાજે લીધી ન હતી જો વ્યાજે રકમ લીધી હોય તો આરોપીઓને તે રકમ સામે ચેક આપેલ હોય અથવા તે રકમ અંગે કોઇ લખાણ કરેલ હોય અથવા વ્યાજની રકમના બદલામાં કોઇ વસ્તુ ગીરવે રાખેલ હોય તેવુ કોઇ લખાણ પુરાવાઅમાં રજુ કરેલ નથી પરંતુ આરોપી અને ફરિયાદી પડોશી હોય સામાન્ય બાબતે અવારનવાર ઝઘડા કરતા હોય ફરિયાદીના ભાઇ આરોપીને  અવાર નવાર ધમકી આપતા હતા આમ અગાઉના જુના ઝઘડાનો ખાર રાખી ફરિયાદીના ભાઇએ આરોપી સામે ખોટી ફરિયાદ નોંધાવી છે.

આમ આરોપી તરફે થયેલ અસરકારક રજુઆત અને દલીલને ધ્યાનમાં રાખી આરોપી મહેશભાઇને રૂ.૧પ૦૦૦ના જામીન પર મુકત કરવાનોહુકમ કર્યો હતો.

આ કામમાં આરોપી વતી રાજકોટના એડવોકેટ કૌશિક એમ ખરચલીયા, ઇમરાન એમ હિગોરજા, તથા તેજસ એમ ખરચલીયા રોકાયા હતા.

(3:25 pm IST)