Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

'સત્યાગ્રહથી સ્વચ્છતાગ્રહ સુધી'... રાજમાર્ગો પર ગાંધી વિચારો પ્રસરાવાયા

રાજકોટ : આજે ગાંધી જયંતિ નિમિતે ફ્રિડમ યુવા ગ્રુપ અને સેન્ટ ગાર્ગી સ્કુલ દ્વારા 'ગાંધી વિચારા યાત્રા' યોજી ગાંધી સંદેશ પ્રસરાવવામાં આવ્યો હતો. સેન્ટ ગાર્ગી સ્કુલના વિદ્યાર્થીઓએ ગાંધીજી, સરદાર સહીતના આઝાદીના લડવૈયાની વેશભૂષામાં સજજ થઇ રાહદારીઓ તથા પુષ્પાંજલી આપવા આવનાર તમામને સ્વચ્છતા અંગેની પત્રિકાઓનું વિતરણ કરાયુ હતુ. આ તકે જાહેર જીવનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શાંતિ અને અહીંસાનો સંદેશો પ્રસરાવનાર મહાત્મા ગાંધીના ૧૧ ફુટના ચિત્રપટને પુષ્પાંજલી અર્પી ડી.જે.ના સંગાથે રાજકોટના રાજમાર્ગો ઉપર ગાંધી વિચાર યાત્રા ફેરવવામાં આવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા ફ્રિડમ યુવા ગ્રુપના ભાગ્યેશ વોરા, સેન્ટ ગાર્ગી સ્કુલના રમાબેન હેરમા, મનોજ ડોડીયા, પ્રવિણ ચાવડા, સંજય પારેખ, કિરીટ ગોહેલ, ચંદ્રેશ પરમાર, રીતેશ ચોકસી, રોહીત નિમાવત, નીમેશ કેશરીયા, અલ્પેશ ગોહેલ, રાજન સુરૃ, રસીક મોરધરા, ધ્રુમીલ પારેખ, મીલન વોરા, સુરેશ રાજપુરોહીત, અલ્પેશ પલાણ, વીરલ પલાણ, અજીત ડોડીયા, સંજય ચૌહાણ, પારસ વાણીયા, મયંક પાંઉ, જયદીપ કામલીયા, જીતેશ સંઘાણી, વિશાલ અનડકટ, દિલજીત ચૌહાણ, ભરત તન્ના, અવંતીલાલ ધ્રુવ, મયંક ત્રિવેદી, ધવલ પડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીર : સંદીપ બગથરીયા)

 

(12:21 pm IST)