Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ટીમ ઈન્ડિયાનું આગમન થતાં ચાહકોની ચીચીયારી : આજે પ્રેકટીસ

ક્રિકેટપ્રેમીઓને દિલથી ઓટોગ્રાફ આપતા ક્રિકેટ પ્રેમીઓ : આજે બંને ટીમોની નેટપ્રેકટીસ

રાજકોટ : ભારત અને વેસ્ટ ઈન્ડિઝની ટીમનું ગઈકાલે આગમન થયું હતું. ભારતની ટીમના ખેલાડીઓ કટકે - કટકે આવ્યા હતા. જયારે વેસ્ટ ઈન્ડિઝની આખી ટીમ વડોદરાથી બસમાં આવી પહોંચી હતી. એકધારા પ્રવાસના કારણે વિન્ડીઝના ખેલાડીઓમાં થાક જોવા મળતો હતો. ફાઈનલી કોહલી, શાસ્ત્રી સહિતના ખેલાડીઓ રાત્રીના ૮ની ફલાઈટમાં રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા ત્યારે પોતાના માનીતા ખેલાડીઓનું સ્વાગત કરવા ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા. ટીમ ઈન્ડિયાનું આગમન થતાં એરપોર્ટ ક્રિકેટ પ્રેમીઓએ ચીચીયારીથી ગુંજી ઉઠ્યુ હતું. ઈંગ્લેન્ડના લાંબા પ્રવાસ બાદ વિરાટે એશિયા કપમાં આરામ લીધો હતો. લાંબા સમય બાદ ટેસ્ટમાં ફરી આગમન કરી રહ્યો હોય ચાહકોની ખાસ નજર રહેશે. તો ભારતની ટીમને હોટલ ફોર્ચ્યુન ખાતે ઉતારો આપવામાં આવ્યો છે. બંને ટીમો આજે નેટપ્રેકટીસ કરવાની છે. ભારતની ટીમ આજે બપોરે ૩ વાગ્યાથી અને વિન્ડીઝની ટીમ આજે બપોરે ૩ વાગ્યાથી અને વિન્ડીઝની ટીમ આજે સવારે નેટ પ્રેકટીસ કરશે. બંને ટીમો વચ્ચે ચોથી ઓકટોબરથી ખંઢેરીના મેદાનમાં મુકાબલો શરૂ થશે. વિરાટ, શાસ્ત્રી, અશ્વિન, રહાણે, યાદવ સહિતના ખેલાડીઓનું રાજકોટ એરપોર્ટ ખાતે આગમન થયું તે વેળાની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૩૭.૨)

 

(12:17 pm IST)