Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

વેપારીના આપઘાતના કેસમાં આરોપીના આગોતરા જામીન મંજુર

રાજકોટ તા.૨: જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના જીલાણાના રહીશ અને રાજકોટના રહી સ્કેપનો ધંધો કરનાર પ્રવિણભાઇ ગોઠીએ જુદા જુદા લોકો પાસેથી નાણા લઇ/વચ્ચે રહી તેવા નાણા ન ચુકવી શકતા રાજકોટથી જીલ્લાણા જઇ સ્યુસાઇડ નોટ લખી વાડીમા મકાનમા લટકી જઇ આત્મહત્યા કરતા તેના પુત્ર મિત ગોઠીએ માણાવદર પોલીસ સ્ટેશનમા કરેલ ફરીયાદના કામે આરોપી રસીક ચોવટીયાને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ  છે.

આ કેસની હકીકત જોઇએ તો મરણ જનાર પ્રવિણભાઇ ભીમજીભાઇ ગોઠી રહે. રાજકોટવાળાએ નાણા ધીરનાર વેપારીઓ તથા ફાઇનાન્સરોના નાણા વચ્ચે રહી અન્ય લોકોને એકાદ કરોડ રૂપીયા વ્યાજે અપાવેલ હોય જે લોકો વ્યાજે લીધેલ નાણા પરત કરતા ન હોય જેથી આરોપીઓ મરણ જનાર પાસે ઉઘરાણી કરી અવાર-નવાર માનસીક ટોર્ચર કરી ધમકાવી મરવા મજબુર કરતા મરણ જનારે જીલાણા ગામે પોતાની વાડીએ ઓરડીમા દોરડુ બાંધી ગાળાફાંસો ખાઇ મરણ જતા ગુજરનારના પુત્ર મિત ગોઠએ માણાવદર પોલીસ સ્ટેશનમા આરોપીઓ (૧)રસીકભાઇ શામજીભાઇ ચોવટીયા (૨)રમણીક વીરજીભાઇ વીકરાણી (૩) નરેન્દ્રભાઇ ઉર્ફે મુન્નાભાઇ ઘેટીયા (૪)અન્ય લોકોએ રીતેનાઓ વિરૂધ્ધ ગુન્હો દાખલ કરાવેલ.

ઉપરોકત આરોપીઓ પૈકી આરોપી રસીક શામજીભાઇ ચોવટીયાએ તેઓની સંભવીત ધરપકડ સામે વંથલીની સેશન્સ અદાલતમા કરેલ આગોતરા જામીન અરજી રદ થતા તે સામે ગુજરાત હાઇકોર્ટમા અરજી કરી હતી.

બંને પક્ષેના એડવોકેટની રજુઆત, તપાસના પેપર્સ, કેસની ફેકટ, આક્ષેપનો પ્રકાર,ગુન્હાની ગ્રેવીટી, અરજદારનો રોલ વિગેરે હકીકતો લક્ષે લેતા અને એવીડન્સની ડીટેઇલમાં ચર્ચા ન કરતા નામદાર એપેક્ષ કોર્ટની બંધારણીય બેંચ દ્વારા આપવામાં આવેલ ચુકાદાનો રેસીયો લક્ષે લઇ અરજદારને અગોતરા જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં આરોપી રસીક ચોવટીયા રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુમાલ શાહી, ચેતન ચોવટીયા રોકાયેલ હતા.

(4:04 pm IST)