Gujarati News

Gujarati News

News of Monday, 2nd September 2019

ન્યુ સુભાષનગર સોસાયટી રેગ્યુલાઇઝ કરવા રજુઆત

 ન્યુ સુભાષનગર સૂચિત સોસાયટી ૧૯૯૦ પહેલાની બનેલી સોસાયટી હોય વહેલી તકે રેગ્યુલાઇઝ કરવા સોસાયટીના અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજુઆત કરવામાં આવી છે. ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલની આગેવાની હેઠળ થયેલ આ રજુઆત સમયે સોસાયટીના જેન્તીભાઇ સરધારા, કમલેશ જાદવ, ભાવેશ કોઠારી, લાલભાઇ, ભુરાભાઇ, રમેશભાઇ, કશ્યપભાઇ, રવજીભાઇ, રણછોડભાઇ, પ્રવીણભાઇ વગેરે સાથે જોડાયા હતા.

(3:41 pm IST)