Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિજયભાઇના જન્મદિન નિમિતે ભૂપત બોદર દ્વારા વૃક્ષારોપણ-દિવ્યાંગોને ભોજન

રાજકોટ : જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપત બોદરએ વિજયભાઇ રૂપાણીને સફળ મુખ્યમંત્રી ગણાવી આજે તેમના જન્મદિન નિમિતે સેવા કાર્યો કર્યા છે. શ્રીમતી દૂધીબેન જસમતભાઇ બોદર ટ્રસ્ટ દ્વારા માનવમંદિર ત્રંબામાં દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવેલ. ફાડદંડ ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવેલ. જિલ્લા પંચાયતના કાર્યોમાં સહયોગ બદલ તેમણે મુખ્યમંત્રીનો આભાર માન્યો છે.

(4:19 pm IST)