Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

એકેડેમીક કાઉન્સીલમાંથી સિન્ડીકેટ માટે પ્રતાપસિંહની બાદબાકી : ભાજપની કલાધર આર્ય-પ્રવીણસિંહની પસંદગી

ભાજપ સંકલનમાં પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણ, રાહુલ મહેતા, ડો. વિજય પોપટના નામ ચર્ચાયાઃ કલાધર આર્ય અને પ્રવીણસિંહે દાવેદારી કરી : સંકલનમાં દાવ લેવાયો

રાજકોટ, તા. ર : સૌરાષ્ટ્ર  યુનિવર્સિટીમાં લાંબા સમય બાદ ભાજપની સંકલન સમિતિની બેઠક મળી જેમાં પૂર્વ આયોજીત અમુક ઉમેદવારોના નામ ચગાવીને ખરા સમયે બાદ કરી નાખવામાં આવ્યા હોવાથી સ્થિતિ ઉદ્ભવી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમીક કાઉન્સીલમાંથી સીન્ડીકેટ માટે બે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં ભાજપે તેની ગોઠવવા પ્રમાણે સંભવીત ઉમેદવારોની બાદબાકી કરી હતી. માત્ર ઔપચારિક રીતે મેળવી બેઠકમાં ભાજપે એકેડેમીક કાઉન્સીલ માટે કલાધર આર્ય અને પ્રવિણસિંહ ચૌહાણની પસંદગી કરી છે. ભાજપના બન્ને ઉમેદવારો પ્રવિણસિંહ ચૌહાણ અને કલાધર આર્યએ ફોર્મ ભરી દીધા છે. સાંજ સુધીમાં બીનહરીફ થઇ જવાની શકયતા છે.

ભાજપ સંકલનમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પૂર્વ કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણનું નામ ફાઇનલ ગણાતુ હતુ. તેમની નજીકના જ ગણાતા પ્રિન્સીપાલ રાજેશ કાલરીયા પણ પ્રો. પ્રતાપસિંહનું નામ બે માસ સુધી ખુબ ગજાવતા હતા. અને જયારે સંકલન મળી ત્યારે ગોઠવણ મુજબ જ પ્રતાપસિંહને બદલે ડો. કલાધર આર્ય સુચવેલા નામ ઉપર સમર્થન આપી દેતા ઉપસ્થિતો સૌ ચોંકી  ગયા હતા.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભાજપ સંકલનમાં પ્રતાપસિંહ ચૌહાણ, નીલાંબરીબેન દવે, રાહુલ મહેતા, ડો. વિજય પોપટના નામ ચર્ચાયા હતા.

(4:10 pm IST)