Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

રાજકોટ અને મોરબી જિલ્લાના કહેવાતા ગોડ ફાધરનો લોહાણા સમાજના આત્મ સન્માન પર બીજી વખત ઘા

લોહાણા સમાજ પર રાગદ્વેષ છે કે વેરઝેર ? વાંકાનેર પાલિકાના હોદેદારોનો પ્રશ્ન

રાજકોટ, તા. ૨ :. વાંકાનેર પાલિકાના ઉપપ્રમુખ ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, વોટર વર્કસ સમિતિના ચેરમેન રાજ કેતનભાઈ સોમાણી અને રાજગોર બ્રહ્મસમાજના અગ્રણી ગૌતમભાઈ કે. ખાંડેખાએ રાજકોટ જિલ્લા અને મોરબી જિલ્લાના કહેવાતા ગોડ ફાધરનો લોહાણા સમાજના આત્મ સન્માન પર બીજી વખત ઘા કરાયો હોવાનો આક્ષેપ કરીને કહેવાતા ગોડ ફાધરને લોહાણા સમાજ ઉપર રાગદ્વેષ છે કે વેરઝેર ? તે અંગે સવાલો કર્યા છે.

તેઓએ રજૂઆતમાં જણાવ્યુ છે કે રાજ્યમાં સેવાસેતુ કાર્યક્રમમાં સરકાર દ્વારા પ્રતિનિધિ નિયુકત કરવામાં આવતા હોય છે જ્યારે ગોડ ફાધરના કહેવાથી મોરબી જિલ્લામાં જ ભાજપ પ્રમુખે વાંકાનેર શહેરના સેવાસેતુ કાર્યક્રમમાં પ્રોટોકોલ મુજબ અતિથિ વિશેષ તથા મહાનુભાવોનું નગરપાલિકા પ્રમુખ તથા ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને અતિથિ વિશેષનું સ્થાન પ્રોટોકોલ મુજબ હોય છે.

પરંતુ આ ગોડફાધર અને જિલ્લા ભાજપ પ્રમુખ લોહાણા સમાજને ભાજપથી અળગો કરી પાર્ટી સામે મુકવા માંગે છે ? તેમજ લોહાણા સમાજની રાજકીય કારકિર્દી ખતમ કરવા માંગે છે કે પછી લોહાણા સમાજથી અળગો કરીને ભાજપને ખતમ કરી નાખવા માંગે છે ? શું આ એક ષડયંત્ર છે કે પછી જીતુભાઈ સોમાણી ઉશ્કેરીને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા માંગે છે.

તેઓએ વધુમાં જણાવ્યુ કે, ગોડ ફાધરે ભલે અમોને સસ્પેન્ડ કર્યા અમારૂ ગૌત્ર ભાજપનું હોય મરી જઈશું ત્યાં સુધી ભાજપ સાથે જ જોડાયેલા રહેશું. આ જિલ્લા ભાજપ પ્રમુખની અણઆવડતના હિસાબે મોરબી જિલ્લા પંચાયત સળગે છે. એક જ પરિવારના ચાર વ્યકિતને મુકીને તળપદા કોળી સમાજ તથા માલધારી સમાજને અન્યાય કર્યો છે.

શું આ ગોડ ફાધર અને જિલ્લા ભાજપ પ્રમુખ આવુ કૃત્ય કરીને ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણી ભાજપને હરાવવા માંગે છે ? જો ગોડ ફાધરનો વિરોધ કરવામાં આવે તો શામ, દામ, દંડ, ભેદની નીતિથી તેમને ખતમ કરી નાખવામાં આવે છે. તાજેતરમાં જ વર્ષોથી ભાજપનુ ગૌત્ર ધરાવનાર પડધરી તાલુકા ભાજપ પ્રમુખ હઠીસિંહ જાડેજાનું રાજીનામુ પણ લઈ લેવાયુ છે.

ઉપરોકત બાબતોને ભાજપ હાઈકમાન્ડ ગંભીરતાથી લે તેવી માંગણી ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા, રાજ કેતનભાઈ સોમાણી, ગૌતમભાઈ કે. ખાંડેખાએ કરી છે.

(4:08 pm IST)