Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

અનૈતિક સંબંધ ધરાવતી પત્નિ ભરણ પોષણ મેળવવા હક્કદાર નથીઃ પત્નિની અરજીને અદાલતે ફગાવી દીધી

રાજકોટ તા. ર : પ્રાઇમાફેસી પત્નીની ચરીત્રહીનતા સાબીત થતા ડલમેસ્ટીકમા પત્નીની વચગાળાની ભરણ પોષણની અરજી રદ કરતી અદાલત.

અહીંની જુનાથોરાળા વિજયનગર શેરી નં.૪ માં રહેતા ગીરીશ પરમારના લગ્ન જામનગર મુકામે રહેતી યુવતી સાથે સનેર૦૧૪ ની સાલમાં થયેલ હતા અને પરણીતા સાસરે રાજકોટ રહેવા આવેલ હતી.

આ પછી પરણીતાનો પરીવાર ભુવા પાસે દાણા જોવડાવવામાં વિશ્વાસ રાખતો હોઇ પરણીતા અવાર નવાર જામનગર તેના પીયર જતી હતી અને તેને દીનેશ નામના ભુવા સાથે લગ્ન બાહયતર સંબંધો બંધાઇ ગયેલ હતા. ત્યાં સુધી કે પરણીતા રાજકોટની સરકારી હોસ્પીટલમાં દાખલ થયેલ તો સારવાર પત્રમાં પણ તેણે પતીના નામની જગ્યાએ આ ભુવા દીનેશનું નામ લખાવેલ હતું અને એક વખત પરણીતા પોતાના પ્રેમી સાથે વાત કરવા માટે ખુબ આતુર બનતા તેના  મોબાઇલનુ રીચાર્જ ખતમ થઇ ગયેલ હોય તેણે પોતાના જેઠના પુત્રના મોબાઇલમાંથી આ પ્રેમી દિનેશને ફોન લગાડેલ અને લાંબી બીભસ્ત વાતો કરેલ આ સમયે જેઠના પુત્રના ફોનનું ઓટો રેકોર્ડીંગ ચાલુ હોઇ આ તમામ વાત ફોનમાં રેકોર્ડ થઇ ગયેલ અને સસરાને તેણીના આડા સંબંધની જાણ થઇ જતા પરણીતા પોતાના માવતરે પરત ફરેલ પછી પતીએ પરણીતાના કબાટની તલાશી લેતા તેમાંથી ભુવા દીનેશે તેને લોહીથી લખેલ પત્રો નીકળેલ તથા તેના અને ભુવાના ફોટા પણ સાસરીયાને મળી આવેલ હતા. માવતરે જઇ પરીણતા પોતાના (૧) પતી ગીરીશ પરમાર (ર) જેઠ લલીત પરમાર (૩) જેઠાણી જમનાબેન પરમાર ઉપર જામનગરની ફોજદારી કોર્ટમાં ડોમેસ્ટીકની અરજી દાખલ કરેલ અને તે અરજીસાથે વચગાળામાં પતી પાસેથી માસીક પ૦૦૦ મકાન ભાડુ, ૮૦૦૦ માસીક ભરણ પોષણ અને રૂ.પ,૦૦,૦૦૦ પાંચ લાખ માનસીક નુકશાની વળતરની માંગ કરેલ.

પછી આ અરજી દલીલ પર આવતા સાસરીયાના વકીલ અંતાણીએ દલીલો કરી અદાલતને જણાવેલ કે હાલના કાયદામાં જો પત્ની ચરીત્રહીન જીવન જીવતી હોવાનો લેષમાત્ર પુરાવો હોય તો તેની વચગાળાની અરજી મંજુર કરી શકાતી નથી.

એડવોકેટ અંતાણીની તમામ દલીલોથી સહમત થઇ જામનગરનો ફોજદારી અદાલતે વચગાળાના પોતાના ચુકાદામાં એવી નોંધ કરેલ કે પરણીતાની ફોનની વાતચીત રેકર્ડ પર છે અને આ વાતચીત જોતા અરજદારને દિનેશ સાથે લગ્ન બાહયતર સંબંધ હોવાનું પ્રાઇમફેસી સાબીત થાય છે. અને પરણીતાને પતી સાથે નહી રહેવાનું પુરતું કારણ નથી. આવી ચુકાદામાં ટકોર સાથે જામનગરની ફોજદારી અદાલતે પરણીતાની વચગાળાની રાહતોની માંગ કરતી અરજી કરવાનો હુકમ ફરમાવેલ છે જેનાથી સાસરીયાઓએ રાહતનો દમ લીધેલ છે.

જામનગરની અદાલતમાં આ કામના તમામ સાસરીયાઓ વતી રાજકોટના એડવોકેટ સંદીપ કે અંતાણી તથા સમીમબેન એમ. કુરેશી રોકાયેલ છે.

(4:04 pm IST)