Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિજયભાઇના જન્મદિવસ નિમિતે વોર્ડ નં. ૮ દ્વારા વૃક્ષારોપણ

 શહેર ભાજપ વોર્ડ નં. ૮ દ્વારા  રાજયના માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬પ માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડના બગીચામાં  ૬પ વૃક્ષોનું રોપણ કરવામાં આવેલ હતુંં.ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારઘ્વાજના સીધા માર્ગદર્શન હેઠળ લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીના ૬પ જન્મદિવસ નિમિતે વોર્ડ નં.૮ દ્વારા વોર્ડમાં આવેલ ગુજરાત હાઉસીંગ બોર્ડના બગીચામાં ૬પ વૃક્ષો વાવી ઉજવણી કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ પ્રભારી નિતીન ભુત અને કાર્યક્રમ ઈન્ચાર્જ અશ્વીન પાંભરની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. આ તકે તેજશ જોષી, કાથડભાઈ ડાંગર, જયસુખ મારવીયા, બીપીન બેરા, દર્શનાબેન પંડયા, પ્રીતીબેન દોશી, રઘુભાઈ ધોળકીયા, મહેશ રાઠોડ, કીરણબેન માકડીયા, અલ્કાબેન કામદાર, નીનાબેન વજીર, જયોતીબેન લાખાણી, લીનાબેન શુકલ, રાજુલબેન ચૌહાણ, જયેન્દ્રસિહ સરવૈયા,  ભરત બદાણી, રાજુભાઈ ડેડાણીયા, જસ્મીન મકવાણા, પુર્વેશ ભટૃ, દેવકરણ જોગરાણા,  નીલેશ ભટ્ટ, ભરત રામોલીયા, મયુર પાંભર, શુભેન્દુ ગઢવી, અશોક જાદવ, પાર્થ જાવીયા, હિતેશ દવે, નલીનભાઈ જોષી, હસુભાઈ ગણાત્રા, વીજયગીરી ગોસ્વામી, રૈયાણી સાહેબ, હર્ષીદાબેન પટેલ, સીમાબેન પટેલ, દેવુબેન જાદવ, ચંદાબેન પટેલ, ડી.બી. ખીમસુરીયા, વીવેક ભટ્ટ, અશોક જાદવ,અર્પીત ગણાત્રા તથા સ્થાનીક અશોકભાઈ વાછાણી, દીનેશભાઈ ગોધાણી, હેમાણીસાહેબ, વીનસભાઈ વીરપરીયા, બ્રીજભાઈ તૈલી, સહીતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

(3:13 pm IST)