Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

વિજયભાઇના જન્મદિવસ નિમિતે ભાજપ લઘુમતી મોરચા દ્વારા ફ્રૂટ વિતરણ

રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના ૬પ માં જન્મદિવસની ઉજવણી અંતર્ગત શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ ના વિવિધ મોરચાઓ દ્વારા શહેરભરમાં અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે તે અંતર્ગત શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યાકુબભાઈ પઠાણ, મહામંત્રી વાહીદભાઈ સમા, રાજુભાઈ દલવાણીની આગેવાનીમાં અને શહેર ભાજપ કોષાઘ્યક્ષ અનીલભાઈ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, મહાનગરપાલિકા ભાજપ કાર્યાલય મંત્રી જયંતભાઈ ઠાકરની ઉપસ્થિતિમાં  સીવીલ હોસ્પિટલ ખાતે ફ્રુટ વિતરણ કરવામાં આવેલ. આ તકે  પ્રદેશ લઘુમતી મોરચાના  હારૂનભાઈ શાહમદાર, આસીફભાઈ સલોત, તેમજ રજાકભાઈ જામનગરી, ઈલુભાઈ સમા, અનવરભાઈ દલ, અમીનભાઈ સમા, ફીરોજભાઈ ડેલા, રફીકભાઈ સમા, શાહનવાઝ સીદીકી, કાળુભાઈ મુરાદીયા, અજીતભાઈ કઈડા, સલીમભાઈ દસાડીયા, રમઝાન ભાણુ, અલ્તાફભાઈ શેખ, અબુભાઈ સુમરા, મહંમદભાઈ ડોઢીયા, વીનોદ સાની, રાજુભાઈ, રહેમાનભાઈ, યાસીન હેરજા, અરબાઝ મકરાણી, એઝાઝબાપુ, રજાકભાઈ કારીયાણી, સમીરભાઈ જસરાયા, ઈબ્રાહીમભાઈ સોની, બુરહાનભાઈ સહીતના લઘુમતી મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા.

(3:12 pm IST)