Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

જમીન પર પલાંઠીવાળી કોઇપણ છોછ વગર કરાતા ચુંટણી પ્રચારની યાદગાર ક્ષણો

રાજકોટ : આજે રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો જન્મ દિવસ રાજયભરમાં સેવામય કાર્યક્રમો સાથે ઉજવાઇ રહ્યો છે. ત્યારે પુર્વ સ્ટેન્ડીંગ ચેરમેન બિપીનભાઇ કે. અઢીયાએ એક યાદગાર તસ્વીર રજુ કરી જુની યાદો તાજી કરી છે. એક સમયે ભાજપના ચુંટણી પ્રચાર માટે જમીન પર પલાંઠીવાળી વિજયભાઇએ ટીમ સાથે જુસ્સાભેર કામ કર્યુ હતુ. સમયાંતરે બદલાતા વોર્ડ નં. ૧૬ ત્યારબાદ વોર્ડ નં. ૧૪ અને હાલ વોર્ડ નં. ૨ ના સખીયાનગર વિસ્તારમાં ચુંટણી કાર્યાલયે થઇ રહેલ કામગીરીની ઉપરોકત તસ્વીરમાં વિજયભાઇ રૂપાણી અને સાથે બીપીનભાઇ અઢીયા, જયોતિન્દ્ર મામા, શ્રી કનેરીયા, સખીયાનગરના આગેવાનો ભટ્ટભાઇ, અરવિંદભાઇ વાઝા વગેરે નજરે પડે છે.

(3:08 pm IST)