Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી પર જન્‍મદિનની શુભેચ્‍છાઓનો ધોધ વરસાવતા : પદાધિકારીઓ-આગેવાનો-અધિકારીઓ

રાજકોટ : મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનો આજે ૬૫મો જન્‍મદિન છે. આ શુભ પ્રસંગે તેઓને પોતાના વતન રાજકોટમાં લોકસેવાના કાર્યો થકી ઉજવવાનો નિર્ણય કર્યો છે.ત્‍યારે શ્રી રૂપાણીએ આજે સવારે તેઓના નિવાસ્‍થાન પાસે આવેલા શ્રી પ્રગટેશ્વર મહાદેવ મંદિરે સજોડે દર્શન કર્યા હતા. તે વખતની તસ્‍વીરમાં મુખ્‍યમંત્રી વિજયભાઇ અને તેઓનાં ધર્મપત્‍ની અંજલીબેન રૂપાણી ભોળાનાથને ભાવભીની પ્રાર્થના કરી રહેલા દર્શાય છે. અન્‍ય તસ્‍વીરમાં મુખ્‍યમંત્રીશ્રીને શુભેચ્‍છા પાઠવી રહેલા ગુજરાત ભાજપ પ્રદેશ કારોબારીના અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ ડી.સી.પી. મનોહરસિંહ જાડેજા, મ્‍યુ.ફાઇનાન્‍સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, મ્‍યુ.કમિશનર અમિત અરોરા, મેયર પ્રદિપ ડવ, પૂર્વ સાંસદ ડો. વલ્લભભાઇ કથિરિયા, ધારાસભ્‍ય લાખાભાઇ સાગઠિયા, કેતન દવે, નિલેષભાઇ શાહ, ભાજપ મિડિયા સેલના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ,ધારાસભ્‍ય અરવિંદભાઇ રૈયાણી વગેરે નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરિયા)

(11:14 am IST)