Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

રાજકોટમાં અર્બન ફોરેસ્ટને “રામ વન” નામકરણ જાહેર કરતા વિજયભાઈ રૂપાણી

રાજયકક્ષાના ૭૧માં વન મહોત્સવનું મુખ્યમંત્રી દ્વારા વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન તથા ગો ગ્રીન રથ, સંજીવની રથ અને ધનવંતરી રથનું પ્રસ્થાન કરાયું

રાજ્યમાં કુલ ૧૦ કરોડ જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવશે : મુખ્યમંત્રી : ભૂતકાળમાં વનમહોત્સવ ગાંધીનગર ખાતે જ યોજાતો, હાલના વડાપ્રધાન અને રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૪માં રાજ્યના જિલ્લાઓમાં ઉજવણીની શરૂઆત કરાવેલ : ગણપતભાઈ વસાવા : રાજ્યમાં ૨૦મુ સાંકૃતિક વન રાજકોટમાં બની રહેલ છે : રમણલાલ પાટકર : રાજકોટ મહાનગરપાલિકાએ પર્યાવરણ સુરક્ષા અર્થે કાર્બન ઘટાડવાની કાર્યવાહીના અનુસંધાને એવોર્ડ પણ મળેલા છે: બિનાબેન આચાર્ય

રાજકોટ : મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે તા.૨જી ઓગષ્ટ ૨૦૨૦ના રોજ મુખ્યમંત્રીશ્રીના જન્મદિને અર્બન ફોરેસ્ટ, આજીડેમ પાછળ સવારના ૧૦:૩૦ કલાકે, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે રાજ્ય કક્ષાના ૭૧માં વન મહોત્સવનું વિડીયો કોન્ફરન્સથી ઉદઘાટન તથા ગો ગ્રીન રથ, સંજીવની રથ અને ધનવંતરી રથનું પ્રસ્થાન યોજાયું. જેમાં આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવા, વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર જોડાયેલ. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર બિનાબેન આચાર્ય ઉપસ્થિત રહેલ. 

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ અભયભાઈ ભારદ્વાજ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય  ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, વનવિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા, કલેકટર અને વનીકરણ સમિતિ ચેરમેન રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, સામાજીક વનીકરણ નાયબ વન સંરક્ષક પી.ટી. શિયાણી, પૂર્વ મેયર ડૉ. જૈમનભાઈ ઉપાધ્યાય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ પ્રમુખ શહેર ભાજપ, ભીખાભાઈ વસોયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન વિજયાબેન વાછાણી, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર તેમજ કોર્પોરેટરશ્રીઓ મનીષભાઈ રાડીયા, પરેશભાઈ પીપળીયા, અનિલભાઈ રાઠોડ, બાબુભાઈ આહીર, અશ્વિનભાઈ ભોરણીયા, નીતિનભાઈ રામાણી, મુકેશભાઈ રાદડિયા, જ્યોત્સનાબેન ટીલાળા, જાગૃતિબેન ઘાડિયા, ડૉ. દર્શિતાબેન શાહ, મીનાબેન પારેખ, શિલ્પાબેન જાવિયા, જયાબેન ડાંગર, અનીતાબેન ગોસ્વામી તેમજ કોર્પોરેશનના અને વનવિભાગના સંબંધિત અધિકારીશ્રીઓ વિગેરે ઉપસ્થિત રહેલ.   

આ પ્રસંગે સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સૌ પ્રથમ ૨૦માં સાંસ્કૃતિક વનના ઉદઘાટન પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકા અને વન વિભાગને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, ભારતના વનમંત્રી કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવ શરૂ કરાવેલ. ભૂતકાળમાં રાજ્યમાં ગાંધીનગર ખાતે વન મહોત્સવ યોજાતો. ૨૦૦૪માં રાજ્યના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્ય કક્ષાના જુદા જુદા જીલ્લાઓમાં વન મહોત્સવનો શુભારંભ કરાયેલ એ પરંપરા રાજ્ય સરકાર દ્વારા આગળ વધી રહેલ છે. ઘનિષ્ઠ વ્રુક્ષારોપણ સાથે સાથે રાજ્યમાં સાંસ્કૃતિક વનો બને તે માટે સરકાર કટીબદ્ધ છે. સૌ પ્રથમ માં અંબાજીના આશીર્વાદથી અંબાજી ખાતે પ્રથમ સાંસ્કૃતિક વનશરૂ કરાયેલ. આજે રાજકોટ શહેરમાં અર્બન ફોરેસ્ટ ખાતે ૨૦મુ સાંસ્કૃતિક વન ઉભું કરવાનું હાથ ધરવામાં આવેલ છે. અર્બન ફોરેસ્ટમાં ૧૫૭ એકર વિશાળ જગ્યામાં શહેરનું એક વન વહેલી તકે ઉભું કરવા મહાનગરપાલિકા અને વનવિભાગને જણાવેલ. વિશેષમાં રાજ્યકક્ષાના વન મહોત્સવ અનુસંધાને ૩૩ જિલ્લા, ૨૫૦ તાલુકા, મહાનગરપાલિકાઓ અને નગરપલિકાઓ અને ૫૧૦૦ ગામોમાં ૧૦ કરોડ રોપાનું વિતરણ કરવામાં આવશે.

વિશેષમાં માન. મુખ્યમંત્રીશ્રીએ જણાવેલ કે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઈએ લઇ ગયા છીએ ત્યારે રાજ્ય પ્રદુષણ મુક્ત, શુદ્ધ હવા, શુદ્ધ પાણી અને પર્યાવરણ માટે આગળ લઇ જવા કટીબદ્ધ છે. કોરોના વાઈરસમાં કોરોનાના દર્દીને ઓક્સિજન ઘટી જાય છે ત્યારે શુદ્ધ ઓક્સિજનની આવશ્યકતા રહે છે. પ્રાણવાયુની તો જગત આખાને જરૂરિયાત હોઈ છે અને વ્રુક્ષો તેમાં મહત્વનો ભાગ ભજવે છે. મારા જન્મદિને માનવજાતના કલ્યાણ માટે કુદરતી ઓક્સિજન વધુને વધુ મળે તે મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. વનસ્પતિમાં પણ જીવ છે”, “છોડમાં રણછોડ છે”, “પીપળામાં પરષોતમમાં દર્શન છેઆપણા ભારત દેશની સંસ્કૃતિમાં આ એક ભવ્ય વારસો છે. અયોધ્યામાં ભગવાન રામના મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે આજના આ અવસરે હું આ વનને શ્રી રામવનનામકરણ કરું છું. અંતમાં, તેઓએ જણાવેલ કે, આપણું શહેર ક્લીન રાજકોટ, ગ્રીન રાજકોટ બને તે દિશામાં આપણે સૌ આગળ વધીએ.    

આ પ્રસંગે આદિજાતિ વિકાસ, વન, મહિલા અને બાળકલ્યાણ મંત્રીશ્રી ગણપતભાઈ વસાવાએ જણાવેલ કે, જીવદયા અને વ્રુક્ષપ્રેમી રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને ગુજરાતનું ૬ કરોડજનતા વતી શુભેચ્છા પાઠવું છું. અગાઉ રાજ્યમાં વનમહોત્સવ ગાંધીનગર ખાતે જ યોજાતો. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૪માં રાજ્યના જિલ્લાઓમાં ઉજવણીની શરૂઆત કરાવેલ. તે પરંપરા મુજબ રાજ્ય આગળ વધી રહેલ છે. આખું વિશ્વ ગોબલ વોર્મિંગથી ચિંતિતિ છે ત્યારે રાજ્ય સરકાર અ પડકારને પહોચી વળવા અનેક પ્રકારના પગલા લઇ રહી છે, માન. મુખ્યમંત્રીશ્રીના પ્રયત્નોથી રાજ્ય વનીકરણ દિશામાં આગળ વધી રહ્યું છે. મુખ્યમંત્રીશ્રીની સ્વપન છે ક્લીન ગુજરાત ગ્રીન ગુજરાત”. આ સંકલ્પને સાર્થક કરવા રાજ્ય કટીબદ્ધ છે. 

વન અને આદિજાતિ વિકાસ રાજ્યકક્ષાના મંત્રીશ્રી રમણલાલ પાટકરએ જણાવેલ કે, માનવજીવન માટે ૩૩% વ્રુક્ષો જરૂરી છે. માનવજીવનમાં વ્રુક્ષોનો એક અમુલ્ય હિસ્સો છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટમાં સાંસ્કૃતિક વનનું નિર્માણની સાથેસાથે ઐતિહાસિક પ્રવેશ દ્વાર, સાઈકલ ટ્રેક, પક્ષીઓ માટે અનુરૂપ એવા વ્રુક્ષો તેમજ ઔષધીવન વિગેરેની સુવિધાઓ સાથે બાળકો થી વૃધ્ધો સુધી નયનરમ્ય બનશે. રાજ્યમાં ૨૦મુ સાંકૃતિક વન બની રહેલ છે તેમ તેઓએ અંતમાં જણાવેલ.

મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, રાજ્ય ગ્રીન બેલ્ટ બનાવવા કટીબદ્ધ છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા આ દિશામાં આગળ વધી રહી છે, આજરોજ અર્બન ફોરેસ્ટમાં વ્રુક્ષારોપણ , સાંસ્કૃતિક વનની સાથેસાથે લોકો પોતાના ઘરઆંગણે પણ વ્રુક્ષો વાવે તે માટે ગો ગ્રીન રથનો શુભારંભ થઇ રહ્યો છે. આ રથના માધ્યમથી ડોર ટુ ડોર ટ્રીગાર્ડ સાથે વ્રુક્ષો વવાશે અને તેની જાળવણી લોકોએ કરવાની રહેશે, રાજ્યના માન. મુખ્યમંત્રીશ્રી કોરોના સામેના જંગમાં દિવસ-રાત જોયા વગર સતત કામ કરી રહ્યા છે અને જનહિતમાં અનેક નિર્ણયો કરેલ છે. આજે માન. મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિતે રાજકોટના નગરજનોવતી શુભેચ્છા પાઠવું છું. રાજકોટ મહાનગરપાલિકા શહેરમાં કાર્બન ઘટાડવા માટે અનેક પગલાઓ લીધેલ છે. જેના અનુસંધાને એવોર્ડ પણ મળેલ છે. વિશેષમાં આજરોજ સંજીવની રથ પ્રસ્થાન કરાવેલ છે તેના માધ્યમથી હોમ આઇસોલેશનમાં રહેલા કોરોનાના દર્દીઓના સવાસ્થ્યના ચકાસણી અને તબીબી માર્ગદર્શન મળી રહેશે.        

કાર્યક્રમના પ્રારંભમાં વન વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાએ વન મહોત્સવની માહિતી આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન પણ કર્યું હતું. જયારે સમારોહના અંતે મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે આભારવિધિ કરેલ. ત્યારબાદ માન. મુખ્યમંત્રીશ્રી તથા ઉપસ્થિત સૌ મહાનુભાવો દ્વારા ગો ગ્રીન રથ”, “સંજીવની રથઅને ધનવંતરી રથનું પ્રસ્થાન કરાવેલ અને સૌ મહાનુભાવોના નામની રાશી પ્રમાણેના વ્રુક્ષો વાવવામાં આવેલ.   

શહેરમાં હરિયાળીનો વ્યાપ વધે તે માટે રાજકોટ મહાનગરપાલિકા કામગીરી હાથ ધરી રહી છે. ૨જી ઓગષ્ટ ૨૦૧૯ના રોજ માન.મુખ્યમંત્રીશ્રીના જન્મ દિવસે તેઓશ્રીના વરદ હસ્તે અર્બન ફોરેસ્ટનો શુભારંભ કરવામાં આવેલ. અર્બન ફોરેસ્ટની ગ્રીન બેલ્ટ હેતુની કુલ ૧૫૬.૧૬ એકર જમીન સરકારશ્રી દ્વારા ફાળવણી કરવામાં આવેલ છે. જે પૈકી, ૪૭ એકર ખુલ્લી જમીનમાં પ્રારંભિક તબક્કે અર્બન ફોરેસ્ટ અને સાંસ્કૃતિકના વનના નિર્માણની કામગીરી હાથ ધરાશે. જેમાં તીર્થકર વન”, નક્ષત્ર વન, અને રાશી વનમાનવ જીવનના બહુ ઉપયોગી અને સંસ્કૃતિના ભાગ ઔષધિય વનના ભાગો વિકસિત વન વિભાગના માર્ગદર્શન હેઠળ કરાશે. આ જગ્યામાં ટોપોગ્રાફીને વિક્ષેપિત કર્યા વિના સ્થાનિકે વિકાસ પામતા અને યાયાવર પક્ષીઓની વિશેષ અનુકુળતા ધરાવતા અંદાજ જુદી જુદી ૫૫ થી ૬૦ વિવિધ જાતના અંદાજે ૫૫૦૦૦થી વધુ જેટલી સંખ્યામાં ઓછા નીભાવ ખર્ચ વાળા બહુ-વર્ષાયુ ટ્રીઝ, શ્રબ્સ, ઓર્નામેન્ટલ પ્લાન્ટ્સ તેમજ મેડિસિનલ-પ્લાન્ટ્સ વિગેરેનું જગ્યાને અનુરૂપ વાવેતર કરવામાં આવશે. 

૭.૬૯ કરોડના ખર્ચે નિર્માણ થનાર અર્બન ફોરેસ્ટ ડેવલપમેન્ટની સુવિધાઓ 

અર્બન ફોરેસ્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ

એડમીન ઓફીસ

સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો

કુદરતી પાણીના સ્ત્રોતનું નવિનીકરણ, પાથ-વે તેમજ બ્રિજ અને રેલીંગ

પાણીના પરબ, ટોઇલેટ બ્લોક્સ

બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ

જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે

ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચિંગ

રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ

આકર્ષક એન્ટ્રી ગેઈટ

જુદા જુદા પ્રકારના પ્લાન્ટેશન માટે બ્લોક્સ

વિશાળ એરિયામાં પાર્કિંગ

વિગેરે સુવિધા કરાશે.

(2:11 pm IST)
  • રાજકોટના જાણીતા પોપ્યુલર જવેલર્સ ગ્રુપના વડીલ વજુભાઇ આડેસરાના પત્નીનું નિધન : વજુભાઈના પુત્રવધુ પણ કોરોનાથી સંક્રમિત : ઝવેરીબજારમાં ઘેરી ચિંતા સાથે દુઃખની લાગણી access_time 11:20 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST

  • જામ ખંભાળિયાના સલાયામાં કોરોના વિસ્ફોટ : એકસાથે 13 પોઝિટિવ કેસ આવતા હાહાકાર : એક જ વિસ્તારમાં રહેતા 13 લોકો કોરોના સંક્રમિત : મોટાભાગના એક પરિવારના લોકો ઝપટે: આરોગ્ય તંત્રમાં દોડધામ access_time 6:12 pm IST