Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

રાજકોટ એસઓજીએ ૩.૪૩ લાખનો પ૭ કિલો ગાંજો ભરેલી કાર સાથે તૌસફને સમાન સાથે પકડયો

એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ અને પ્રદિપસિંહની બાતમી પરથી પીઆઇ આર.વાય. રાવલ, પીએસઆઇ અંસારી અને ટીમનો દરોડો

રાજકોટ : શહેર એસઓજીના વિજેન્દ્રસિંહ ઝાલા, કૃષ્ણદેવસિંહ જાડેજા અને પ્રદિપસિંહ ગોહિલની બાબતમી પરથી પીઆઇ આર.વાય.રાવલ, પીએસઆઇ એમ. એસ. અંસારી અને ટીમે નાના મવા રોડ મોકાજી સર્કલથી પ્રધ્યુમન ગ્રીન સીટી સામેના રોડ પરથી જીજે ૦૩ કે એચ ૦૮૪૭ નંબરની સ્વીફટ કાર આંતરી તલાશી લેતા અંદરથી રૂ. ૩,૪૩,ર૦૦ નો પ૭.ર૦૦ કિ.ગ્રા. ગાંજો મળતાં કબ્જે કરી કાર ચાલક તૌસીફ અહેમદ સમાજ (ઉ.વ.૩૧) (રહે રાણીટાવર પાછળ, આવાસ કવાર્ટર બ્લોક નં. ૧૪/૧૧૮૧, ચોથો માળ) ને આજે વહેલી સવારે પકડી લઇ કુલ રૂ. ૭,૪૩,૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

કાર્યવાહીમાં ઉપરોકત ટીમ સાથે હેડ કોન્સ. ઝાહીરખાન અઝરૃદ્દીન બુખારી અજય શુકલા, સોનાબેન મુળીયા સહિતના પણ જોડાયા હતા. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અુરશીદ અહેમદ અને બંને ડીસીપીએ કામગીરી કરનાર ટીમને અભિનંદન આપ્યા હતા.

(1:07 pm IST)