Gujarati News

Gujarati News

News of Sunday, 2nd August 2020

કોરોના દર્દીના નામ જાહેર કરવાની માંગ સાથે કોંગ્રેસનું ૭ દિ' ઉપવાસ આંદોલનઃ મંજુરી માંગી

મંગળવારથી દરરોજ ૪ પ્રતિનિધિઓ સવારનાં ૯ વાગ્યા થી સાંજનાં ૭ વાગ્યા સુધી ઉપવાસ કરશે

રાજકોટ,તા.૧: રાજકોટમાં કોરોના સંક્રમિત થયેલા લોકોના નામ- સરનામાં જાહેર કરવા અંગે ઉપવાસ આંદોલન માટ ેપોલીસ કમિશ્નર પાસે વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા દ્વારા મંજુરી માંગવામાં ાવી છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણીની સંયુકત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા તા.૨૭ના રોજ લેવાયેલા કોરોના મહામારીમાં સંક્રમીતોના (કોરોના દર્દી)ના નામ - સરનામાં જાહેર ન કરવાનો જે નિર્ણય છે તે તઘલખી નિર્ણયનો આક્ષેપ કર્યો હતો.

વધુમાં શ્રી સાગઠીયા, વાઘેલા, રાજણી તગા કાલરીયાએ જણાવ્યુ હતુ કે,  જે  રાજકોટની પ્રજાના આરોગ્યના હિતની વિરુદ્ઘ છે આ નિર્ણયથી એક સમયે સમગ્ર રાજકોટ કોરોના ગ્રસ્ત થઇ જવાની પૂરેપૂરી દહેશત છે તેથી આ નિર્ણયની વિરુદ્ઘ લોકલાગણીને ધ્યાને રાખીને  કોવીડ-૧૯ની ગાઈડલાઈનમાં રહીને કોંગ્રેસના દ્વારા ફ્કત ચાર પ્રતિનિધિઓને સાત દિવસ ઉપવાસ માટે મંજૂરી આપવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પાસે માંગણી કરવામાં આવી છે.

 તેમજ સરકારશ્રીના તથા પોલીસ વિભાગના પ્રવર્તમાન નિયમો લાગુ પાડવામાં આવેલ છે તે તમામ નિયમોનું કોંગ્રસ દ્વારા ચુસ્તપણે પાલન કરીશું તેવી બાહેંધરી પણ આપવામાં આવેલ છે

(3:32 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST

  • દેશમાં કોરોના કેસનો આંકડો 18 લાખને પાર પહોંચ્યો : રાત્રે 10 વાગ્યે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 18.04,258 થઇ : વધુ 753 લોકોના મોત સાથે મૃત્યુઆંક 38.158 થયો : રાત્રે 10 વાગ્યા સુધીમાં નવા 52,087 કેસ નોંધાયા અને વધુ 39,966 દર્દીઓ રિકવર થયા access_time 10:19 pm IST

  • અયોધ્યામાં રામમંદિરના નિર્માણ સાથે રેલવે સ્ટેશનની પણ કાયાપલટની કરાશે : 104.77 કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથેના રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન તૈયાર : ટિકિટ માટેના કાઉન્ટરની સંખ્યા વધશે : 3 એર કન્ડિશન્ડ વેઇટિંગ રૂમ ,17 બેડ સાથેની પુરુષો માટેની તથા 10 બેડ સાથેની મહિલાઓ માટેની ડોર્મેટરી : ફૂટ ઓવર બ્રિજ , ટેક્સી બુથ,વી.આઇ.પી.લોન્જ , ફૂડ પ્લાઝા સ્ટોલ્સ ,સહીત અનેક સુવિધાઓ સાથે યાત્રિકોની સગવડમાં વધારો કરાશે access_time 8:47 pm IST