Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

યુવતિને ફસાવી બળાત્કાર, ૧૯ લાખની છેતરપીંડીમાં ઇમરાન ડેલાની ધરપકડ

નોકરીની લાલચ આપી ખાનગી હોસ્પિટલની રિસેપ્સનીસ્ટ : તાલુકા પોલીસે કોવિડ રિપોર્ટ કરાવ્યા બાદ ધરપક કરી

રાજકોટ તા.૧: શહેરની ખાનગી હોસ્પિટલમાં અગાઉ રિસેપ્સનિસ્ટ તરીકે નોકરી કરતી યુવતિને ફોન કરી સારી નોકરી અપાવી દેવાની લાલચ દઇ બિગ બાઝાર પાસે રૂબરૂ બોલાવી ઓળખાણ કેળવ્યા બાદ જાળમાં ફસાવી અલગ-અલગ હોટેલોમાં બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ લગ્નની લાલચ આપી વિશ્વાસ કેળવી તેણી પાસેથી રૂ. ૧૯ લાખથી વધુની રકમ મેળવી લઇ પાછી ન આપી છેતરપીંડી કરી હતી. તેમજ બાદમાં આ યુવતિને તરછોડી દઇ અન્ય યુવતિ સાથે શાદી કરી લીધી હતી. આ અંગેના ગુનામાં તાલુકા પોલીસે આરોપી ખોડિયારનગર ગોવર્ધન ચોક શેરી નં. ૧૫/૧૬માં રહેતાં ઇમરાન હનીફભાઇ ડેલા (ઉ.૨૪)ની કોવિડ રિપોર્ટ બાદ વિધીસર ધરપકડ કરી આકરી પુછતાછ કરી છે.આ મામલે તાલુકા પોલીસે આઇપીસી ૩૭૬, ૩૨૩, ૪૦૬, ૪૨૦, ૫૦૪, ૫૦૬  (૨) મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં તાલુકા પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ એન. ડી. ડામોર, એન. કે. રાજપુરોહિત, એએસઆઇ હર્ષદસિંહ ચુડાસમા, હેડકોન્સ. વિજયગીરી ગોસ્વામી, પ્રદિપસિંહ રાણા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, અરજણભાઇ ઓડેદરા, મનિષભાઇ સોંઢીયા, હર્ષરાજસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, જયંતિ રાઠોડ અને રૂપેશ પટેલ સહિતે આરોપી ઇમરાનને ઝડપી લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

(2:51 pm IST)
  • ગુજરાતમાં રોજગારી માટે છેડાયું : ઓનલાઇન આંદોલનઃ સી.એમ. કા જન્મ દિન બને રોજગાર દિન નવો હેશટેગ અપાયા : દિનેશ બાંભણીયાએ લીધી આગેવાની access_time 12:43 pm IST

  • ગોંડલમાં કોરોનાના વધુ આઠ કેસ પોઝીટીવ : નારાયણનગર,અલખના ઓટલા પાસે,સટોડિયા સોસાયટી,કપુરીયા પરા ,ભોજરાજપરા,કૈલાશબાગ,ગ્રીનપાર્કમાં કોરોના કેસ : મોટી ખીલોરીમાં પણ કોરોના કેસ નોંધાયો access_time 8:41 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST