Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

વધુ એક ચેતવણીરૂપ કિસ્સોઃ ફોન મારફત સંપર્ક થયો અને યુવતિ 'જાળ'માં ફસાઇ ગઇ

બબ્બે શાદી થઇ ચુકી'તી છતાં કુંવારો હોવાનું કહી પોપટપરાના રિઝવાને વિદ્યાર્થીનીને લગ્નની લાલચે ફસાવી સર્વસ્વ લૂંટ્યું

એક પત્નિ સગર્ભા છેઃ પોતે પરણેલો હોવાની વાત પણ છુપાવી રાખી'તીઃ ત્રણ મહિના ખીજડીયા પોતાની માતાના ઘરે રાખીઃ એ પછી પોપટપરાના ફલેટમાં રાખતો'તોઃ યુવતિએ લગ્નની વાત કરતાં બેફામ ફટકારી અને વાત પોલીસ સુધી પહોંચી : પ્ર.નગર પોલીસે બાંધકામનો ધંધો કરતાં રિઝવાન જુણેજા સામે બળાત્કારનો ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧: શહેરમાં વધુ એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા ખાનગી હોસ્પિટલની રિસેપ્સનીસ્ટ હિન્દુ યુવતિને એક મુસ્લિમ શખ્સે નોકરીની લાલચ આપી મોહજાળમાં ફસાવી તેનું શારીરિક શોષણ કરવા ઉપરાંત આર્થિક રીતે પણ પાયમાલ કરી નાંખ્યાનો કિસ્સો પોલીસ સુધી પહોંચ્યો હતો અને આ શખ્સની ધરપકડની કાર્યવાહી થઇ હતી. ત્યાં વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મુળ અમદાવાદની વિદ્યાર્થીનને રાજકોટના પોપટપરાના બબ્બે વખત શાદી થઇ ગઇ હોવા છતાંં મુસ્લિમ શખ્સે ફોન મારફત સંપર્ક કરી જાળમાં ફસાવી પોતે પરણેલો હોવાની વાત પણ છુપાવી રાજકોટ બોલાવી અવાર-નવાર શારીરિક શોષણ કર્યાનું અને યુવતિએ ગઇકાલે તેને લગ્ન કરી લેવાનું કહેતાં તેણીને પટ્ટાથી બેફામ ફટકારતાં સમગ્ર મામલો પ્ર.નગર પોલીસ સુધી પહોંચતા દૂષ્કર્મનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવાયો છે.

ભોગ બનનાર પુખ્તવયનની યુવતિની ફરિયાદ પરથી પોલીસે પોપટપરા-૧૪ ગામેત્રી એપાર્ટમેન્ટ ફલેટ નં. ૦૦૦માં રહેતાં અને બાંધકામનો ધંધો કરતાં ૩૭ વર્ષના રિઝવાના હનીફભાઇ જૂણેજા સામે આઇપીસી ૩૭૬ (૧), ૩૨૩, ૫૦૪ મુજબ બળાત્કારનો ગુનો નોંધ્યો છે. ભોગ બનનારે ફરિયાદમાં જણાવ્યું છે કે તેણીે બીકોમનો અભ્યાસ કરે છે. થોડા મહિનાઓ પહેલા રાજકોટમાં હોસ્ટેલ શોધતી હોઇ ત્યારે કોઇ મારફત નંબર મળતાં મોબાઇલ ફોન પર પોપટપરાના રિઝવાન સાથે સંપર્ક થયો હતો. એ પછી વાતચીતનો દોર આગળ વધ્યો હતો અને  રિઝવાને પોતે પ્રેમ કરતો હોવાની અને લગ્ન કરવા માંગતો હોવાની લોલીપોપ આપી હતી.

દરમિયાન તેના પર વિશ્વાસ મુકી આજથી છએક મહિના પહેલા તેણી અમદાવાદથી રાજકોટ આવી ગઇ હતી. ત્યારે રિઝવાન તેણીને સરપદડ પાસેના ખીજડીયા ગામે પોતાની માતાના ઘરે મુકી આવ્યો હતો. ત્રણેક મહિના તેણી રિઝવાનના માતાની સાથે રહી હતી. એ પછી રિઝવાન તેણીને પોપટપરાના પોતાના ગામેત્રી એપાર્ટમેન્ટના ફલેટમાં રહેવા માટે લાવ્યો હતો. અહિ તેણીને લગ્નની લાલચ આપી અવાર-નવાર શરીર સંબંધ બાંધી લીધા હતાં. એ પછી થોડા સમય પહેલા આ વિદ્યાર્થીનીને ખબર પડી હતી કે રિઝવાન પરણેલો છે. આથી તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. આમ છતાં તે તેની સાથે જ રહેવા તૈયાર થઇ ગઇ હતી. એ દરમિયાન પણ તેણે પોતે લગ્ન કરી લેશે તેવી લાલચ આપી શરીર સંબંધ ચાલુ રાખ્યા હતાં.

ગઇકાલે ૩૧મીએ બપોરના એકાદ વાગ્યે વિદ્યાર્થીનીએ રિઝવાનને હવે તો મારી સાથે લગ્ન કરી લે...તેમ કહેતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ગાળો દઇ ઢીકા-પાટુનો તથા કમરપટ્ટાથી માર માર્યો હતો.  જેના માટે બધુ છોડીને પોતે અહિ આવી ગઇ એ શખ્સે આવુ વર્તન કરતાં તેણી ડઘાઇ ગઇ હતી અને પોતે જે કર્યુ તે મોટી ભુલ હોવાનું સમજાતાં ૧૦૦ નંબર અને ૧૮૧માં ફોન કરી પોલીસ બોલાવી હતી. બાદમાં પ્ર.નગર પોલીસ સ્ટેશને પહોંચી કથની વર્ણવી હતી.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, એએસઆઇ સંજયભાઇ દવે, જનકભાઇ સહિતે તેણીની ફરિયાદ પરથી ગુનો નોંધી રિઝવાનને સકંજામાં લીધો છે. કોરોના ટેસ્ટ કરાવાયા બાદ આગળની કાર્યવાહી થશે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ રિઝવાનની બબ્બે શાદી થઇ ચુકી છે. પ્રથમ શાદી થયા બાદ તલ્લાક થઇ ગયા હતાં. ત્યારબાદ માથાકુટ થતાં એક હત્યા પણ થઇ હતી. એ પછી રિઝવાને બીજી શાદી કરી છે. અને આ બીજી પત્નિ હાલમાં  સગર્ભા હોઇ તેણી સુવાવડ કરવા પોતાના માવતરે ગઇ છે. બબ્બે શાદી થઇ હોવા છતાં  ધવાત છુપાવી પોતે કુંવારો હોવાનું કહી છાત્રાને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી સર્વસ્વ લૂંટી લેનારા આ શખ્સની પોલીસ વિધીસર ધરપકડ બાદ વિશેષ પુછતાછ કરશે. સમયાંતરે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે બહેન દિકરીઓ ચેતી જાય અને ફસાતી અટકે તે જરૂરી છે.

(1:03 pm IST)
  • ગુજરાતના વધુ એક સંતને ભૂમિપૂજન માટે આમંત્રણ: 5 મી ઓગસ્ટના અયોધ્યા રામ જન્મ ભૂમિ શિલાન્યાસ પૂજનના કાર્યક્રમ માટે સુપ્રસિદ્ધ નડિયાદના સંતરામ મંદિરના મહંતશ્રી પૂજ્ય રામદાસ મહારાજશ્રીને શિલાન્યાસ પૂજન માટે આમંત્રણ અપાયું access_time 9:44 pm IST

  • જામનગરના એસપી શરદ સિંઘલની સુરતમાં બદલી : જામનગરના નવા એસપી તરીકે શ્વેતા શ્રીમાળી નિયુક્ત access_time 12:45 am IST

  • ગોંડલમાં કોરોનાના વધુ આઠ કેસ પોઝીટીવ : નારાયણનગર,અલખના ઓટલા પાસે,સટોડિયા સોસાયટી,કપુરીયા પરા ,ભોજરાજપરા,કૈલાશબાગ,ગ્રીનપાર્કમાં કોરોના કેસ : મોટી ખીલોરીમાં પણ કોરોના કેસ નોંધાયો access_time 8:41 pm IST