Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

પતંજલી સ્કુલ્સના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ

રાજકોટ : અહિંના આજી ડેમ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પતંજલી સ્કુલ્સના ધો.૯ થી ૧૨ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ૧૪૯ વૃક્ષો વાવીને નિસર્ગ પ્રત્યેનો ભાવ પ્રગટ કર્યો હતો. આ કાર્યક્રમમાં શાળાના સંચાલક શ્રી વિનોદભાઈ કાછડીયા અને શિક્ષકો જોડાયા હતા.

(3:33 pm IST)