Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

કારખાનાઓ અને મોબાઇલ ટાવરનાં મિલ્કતવેરાનાં દરો ઘટાડાશે

કાર્પેટ વેરાના નિયમોમાં ફેરફાર કરવા કાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્તઃ ઢેબર રોડ પર વરસાદી પાણી નિકાલની ગટર નંખાશેઃ શેઠ હાઇસ્કૂલ સામેનાં વોકળામાં બોકસ ગટર કરવા સહિત કુલ રર દરખાસ્તો અંગે લેવાશે નિર્ણય

રાજકોટ તા.૨: મ્યુ.કોર્પોરેશન દ્વારા નવી અમલી બનાવાયેલ કાર્પેટ વેરા પધ્ધતિમાં ઇન્ડસ્ટ્રીઝ (કારખાના) અને મોબાઇલ ટાવરનાં વેરાદર અત્યંત વધુ હોઇ તેને ઘટાડવા અંગે મ્યુ.કમિશનર તથા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ સહિતનાં અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆતો થતાં હવે આ બંને કેટેગરીમાં વેરાના દરો ઘટાડવા અંગે આવતીકાલે મળનાર સ્ટેન્ડીંગ કમીટીમાં દરખાસ્ત રજુ કરાઇ છે.

આ દરખાસ્તમાં સુચવાયા મુજબ ઇન્ડસ્ટ્રીઝ (કારખાના) ઓમાં હાલ ર.પ નો દર છે જે ઘટાડીને રૂ. ૧.૭૫ નો મોબાઇલ ટાવરમાં હાલમાં ૫૦ નો દર છે જે ઘટાડીને ૩૫ નો કરવા સુચવાયુ છે.

આમ આ નવા દરો કાલની સ્ટેન્ડીંગ કમીટીમાં મંજુર થશે તો કારખાનાઓ અને મોબાઇલ ટાવરોમાં મીલ્કત વેરામાં હજારો લાખો રૂપિયાનો ઘટાડો થઇ જશે.

આ ઉપરાંત કાલની સ્ટેન્ડીંગ કમીટીમાં શેઠ હાઇસ્કૂલ સામેના વોંકળામાં બોકસ ગટર તથા ઢેબર રોડ અટીકા ફાટકથી ગોંડલ હાઇવે સુધી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સહિતની કુલ રર દરખાસ્તો અંગે નિર્ણયો લેવાશે.

(5:05 pm IST)