Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ભકિતનગર પોલીસના જંગલેશ્વરમાં દારૂના બે દરોડાઃ રિઝવાન અને શાહિન પકડાયા

કુલ ૩૭ બોટલ કબ્જેઃ શાહિનના પતિ ફિરોઝની શોધખોળ

રાજકોટ તા. ૨: ભકિતનગર પોલીસે જંગલેશ્વર આરએમસી કવાર્ટર બ્લોક નં. ૭૦માં રહેતાં રિઝવાન ઇકબાલભાઇ જુણાચ (ઉ.૩૨) નામના રિક્ષાચાલકને રૂ. ૩૦૦૦ના ૬ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો. તેમજ બીજા દરોડામાં જંગલેશ્વર-૧માં હસનશાપીરની દરગાહ પાસે રહેતાં ફિરોઝ અલ્લારખાભાઇ ડોડીયાના ઘરમાં દરોડો પાડી તેની પત્નિ શાહિન (ઉ.૩૧)ને રૂ. ૧૪ હજારના ૩૧ બોટલ દારૂ સાથે પકડી લીધી છે. ફિરોઝ ઘરમાં હાજર ન હોઇ તેની શોધખોળ થઇ રહી છે. પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ પી.એમ. ધાખડા, ઇન્દુભા રાણા, મહેન્દ્રસિંહ ડોડીયા, પ્રકાશભાઇ વાંક, વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા, દિગપાલસિંહ જાડેજા, રાણાભાઇ કુગશીયા, ભાવેશભાઇ મકવાણા, વાલજીભાઇ જાડા સહિતની ટીમે આ કાર્યવાહી કરી હતી.

(4:44 pm IST)