Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ધર્મથી જે વિમુખ થઈ ગયા છે તેમને ધર્મ ની સન્મુખ લાવવાનું એક માધ્યમ છે શિબિરઃ પૂ. નમ્રમુનિ જા.આ.

રાષ્ટ્રસંત પૂજય શ્રી નમ્રમુનિ મ.સા.ના સાંનિધ્યે રવિવારે યુવા શિબિર : રવિવારે સવારે ૯.૩૦ કલાકે ૨૧ દિવસિય શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર જપ - સંકલ્પ સિદ્ઘિ સાધનાના નવમા તબક્કો

રાજકોટ, તા.૨: હ્યુમન સાઈકોલોજીના જાણકાર રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ યુવા શિબિરના માધ્યમે હજારો યુવાનોની લાઈફને પોઝીટીવીટી તરફ દોરી જતું અનન્ય માર્ગદર્શન આપીને એમનું જીવન પરિવર્તન કરી રહ્યા છે. મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, ગુજરાત અને અમદાવાદના હજારો યુવાનોનું જીવન પરિવર્તન કરી દેનારી આવી જ યુવા શિબિરનું આયોજન શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંદ્યના આગણે રવિવાર તા. ૫ ઓગસ્ટ સવારના ૯.૩૦ કલાકે ૨૧ દિવસિય શ્રી ઉવસગ્ગહરં સ્તોત્ર જપ - સંકલ્પ સિદ્ઘિ સાધનાના નવમા તબક્કાનું આયોજન ત્યારબાદ, યુવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

યુવા શિબિરનું આયોજન રવિવારે કરવામાં આવ્યું છે. અમૂલ્ય એવો આ માનવભવ મળ્યો છે તો એને સાર્થક કેવી રીતે કરવો?  આજની મહત્વાકાંક્ષી જનરેશન જયારે નાપાસ થાય છે ત્યારે નાસીપાસ પણ થઈ જતી હોય છે. સફળતા અને નિષ્ફળતા બંનેમાં સેલ્ફને કેવી રીતે સંભાળવી તે માર્ગદર્શન ખૂબ જરૂરી છે. સફળતામાં અહંકાર ન આવે અને નિષ્ફળતામાં આઘાત ન લાગે તેના માટે શું કરવું, માનવ જીવનને સફળ અને સાર્થક બનાવવા માટેના અનેક વિષયોને આવરિત કરવામાં આવશે.

કપલ શિબિર, ડિવાઇન કનેકશન શિબિર, યુવા શિબિર, ખોજ શિબિર, સિક્રેટ ઓફ સકસેસ શિબિર, ડેસ્ટીની ડિઝાઇનિંગ શિબિર આવી અનેક અનેક પ્રકારની શિબિરોમાં થયેલા અદભૂત અનુભવોને  પ્રાચી શાહ મહિમા ઉદાણી રાજ શાહ,   મુંબઈના મિનોલી દેસાઈ સહીતના હજારો યુવાનો લાઈફમાં પોઝિટીવિટી, શાંતિ , પ્રસન્નતા, અને પરિવર્તનનો અનુભવ કરી રહ્યા છે. અવળા માર્ગે જનારા કેટલાય યુવાનો સન્માર્ગે વળીને સત્કાર્યોમાં જોડાઈ ગયા છે તો એવા પણ કેટલાય educated યંગસ્ટર્સ છે  જે માત્ર આ શિબિરમાં જોડાઈને સત્યની સમજ  પામીને પ્રભુ પંથના પથિક બની ગયાં  છે. માત્ર theory જ નહી પ્રેકટીકલ પ્રયોગો, લાઈફ ચેન્જિંગ ઉપદેશ, ઇન્ટરએકટીવ સેશન્સ, કવીઝ, ધ્યાન, ડિબેટ એકટીવીટીઝ દ્વારા બોધ પ્રાપ્તિ તે આ શિબિરનું હાર્દ છે. રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીના સાંનિધ્યે  આયોજિત થતી શિબિરો એ માત્ર શિબિરો નથી પરંતુ લાઈફને સકસેસ બનાવનારા હાઇવે તરફ દોરી જનારું એક બેસ્ટ ગાઈડન્સ બની રહે છે.

૧૭ વર્ષના લાંબા સમય પછી પાંચ  રવિવાર સુધી રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવશ્રીના સાંનિધ્યે  આયોજિત યુવા શિબિરનો અમૂલ્ય લાભ જયારે સદ્દભાગ્યથી  રાજકોટના  યંગસ્ટર્સને  મળી રહ્યો છે ત્યારે    જીવનની સાચી દિશા પામવા માટે રવિવાર તા. ૫. થી શરૂ થનારી પ્રથમ યુવા શિબિરમાં જોડાવા માટે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ – સી.એમ. પૌષધશાળા, ઓમાનવાલા ઉપાશ્રય તરફથી રાજકોટના દરેક યંગસ્ટર્સને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. શિબિર માટે પાસ લેવા જરૂરી છે. શિબિરનાં ફોર્મ શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ-સી. એમ. પૌષધશાળા ઓમાનવાલા ઉપાશ્રય પ્રાપ્ત થઇ શકશે.

(4:21 pm IST)