Gujarati News

Gujarati News

News of Saturday, 2nd July 2022

પતિએ કહ્યું રોટલી કાચી છે...માઠુ લાગતાં નવોઢા હેતલે એસિડ પીધું

મહિકાના પાટીયે આવેલી રામકિરણ સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૨: રાજકોટ-ભાવનગર હાઇવે પર મહિકાના પાટીયા પાસે આવેલી રામકિરણ સોસાયટી-૩માં રહેતી હેતલબેન વિજય વાઘેલા (ઉ.૨૨)એ રાતે ઘરે બાથરૂમ સાફ કરવાનું એસિડ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.
હેતલબેનના માવતર આણંદપુર રહે છે. ચાર મહિના પહેલા જ તેણીના લગ્ન થયા છે. પતિ વિજય કારખાનામાં કામ કરે છે. પરિવારજનના કહેવા મુજબ પતિ કારખાનેથી રાતે ઘરે આવી જમવા બેઠો હોઇ તેણે પત્‍નિને રોટલી થોડી કાચા જેવી છે, પાકવા દ્‌યો...તેમ કહેતાં તેણીને માઠુ લાગી જતાં આ પગલુ ભર્યુ હતું. જો કે સારવાર બાદ રાતે જ રજા આપવામાં આવી હતી.

 

(4:49 pm IST)