Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રેલનગરમાં ભુલા પડેલા બાળકના માતા-પિતાને શોધી મીલન કરાવતી પોલીસ

રાજકોટઃ રેલનગર વિસ્તારમાં આવેલી મહર્ષી ટાઉનશીપ પાસેથી એક અઢી વર્ષનો આદીવાસી બાળક  મળી આવતા તેને પ્રનગર પોલીસ મથકે લઇ આવ્યા હતા. બાદ પ્રનગર પોલીસ મથકના  પી.આઇ.એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.સી.અને  સ્ટાફ તથા એ.એસ.આઇ. મનસુખભાઇ, કનુભાઇ માલવીયા, હેડ કોન્સ વિમલેશભાઇ, રામજીભાઇ, ગૌતમભાઇ સહિતે બાળકના વાલીવારસની શોધખોળ હાથ ધરતા ભુલા પડેલા બાળકના પિતા કલ્પેશભાઇ નાનાભાઇ પગી (રહે. દાહોદ) ને શોધી કાઢી બાળકને  સોંપવામાં આવ્યો હતો.

(4:09 pm IST)