Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

સગીર પુત્રી ઉપર વારંવાર બળાત્કાર ગુજારનાર પિતાની 'ચાર્જશીટ' બાદની જામીન અરજીને અદાલતે ફગાવી દીધી

પુત્રી ઉપર દુષ્કૃત્ય આચરી પિતાએ સમાજમાં લાંછનરૂપ કૃત્ય કરેલ છેઃ અનિલ ગોગીયા

રાજકોટ તા. ર :.. સગીર વયની પુત્રી ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાની ચાર્જશીટ બાદની જામીન અરજીને રાજકોટની સેશન્સ અદાલતે ફગાવી દીધી હતી.

આ કેસની હકિકત એવી છે કે રાજકોટ શહેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સગીર વયની ફરીયાદ રહે. વાંમ્બે આવાસ યોજના કવાર્ટર દ્વારા તેમના આરોપી પિતા હરેશ ગોપાલભાઇ સોલંકી રે. વાંમ્બે આવાસ યોજના વિરૂધ્ધ એવી ફરીયાદ કરેલ કે બનાવ તા. ૩-૪-ર૧ ના રાત્રીના આશરે ૮.૩૦ વાગ્યે પોતાના રહેણાંક વાંમ્બે આવાસ યોજના કવાર્ટર, કાલાવાડ રોડ, રાજકોટ ખાતે સગીર વયની ફરીયાદીને આરોપી પિતાએ બોલાચાલી કરી મારામારી ગાળો આપી જાપટો મારી બળજબરીપૂર્વક વારંવાર શરીર સબંધ બાંધી કોઇને બનાવ બાબતે કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કર્યા બાબતે ફરીયાદ દાખલ થયેલ. ફરીયાદ અનુસંધાને આરોપીની ઉપરોકત ગુન્હા કામે તા. ૬-૪-ર૧ ના રોજ ધોરણસર અટક કરવામાં આવેલ અને ત્યારબાદ કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ. આરોપીએ જેલમાંથી મુકત થવા નામદાર સેશન્સ કોર્ટ રાજકોટ સમક્ષ હાલની જામીન અરજી દાખલ કરેલ.

જામીન અરજીનો વિરોધ કરતા સરકારી વકીલ એ. પી. પી. એ. એસ. ગોગીયાએ ભારપૂર્વક એવી દલીલ કરેલ કે, આરોપી સામે સમાજ વિરોધી અને બાળવિરોધી ગંભીર ગુન્હાનો ગંભીર આરોપ છે. પુરતા પુરાવા મળી આવતા ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ છે. ભોગ બનનાર ફરીયાદી તે અરજદાર આરોપીની સગી દીકરી હોય પોતાની સગી પુત્રી હોવાનું જાણવા છતાં બળજબરીપૂર્વક એક જ રાત્રીના ૩ વખત બળાત્કાર કરી સમાજને લાંછનરૂપ કૃત્ય કરેલ હોય બનાવનું સ્વરૂપ અને ગંભીરતા જોતા તેમજ આરોપીએ હેવાનીયત ભર્યુ કૃત્ય કરેલ હોય અરજી રદ કરવા ભારપૂર્વક દલીલો કરેલ હતી.

બન્ને પક્ષકારોની દલીલ તેમજ પોલીસ  પેપર્સ તથા પોલીસ અમલદારનું અભિપ્રાય ચાર્જશીટ વગેરે ધ્યાને લીધા બાદ એડીશનલ સેશન્સ જજ અને સ્પે. જજ પોકસો કે. ડી. દવે દ્વારા એવા તારણો પર આવેલ કે, અરજદાર આરોપી ભોગ બનનાર સગીરાના  સગા પિતા હોવા છતાં તેઓએ પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને કલંકીત કરી સમાજને લાંછનરૂપ ગુન્હો આચરેલ હોય તથા પોતાની સગીર વયની પુત્રી સાથે હેવાનિયતભર્યુ કૃત્ય આચરી એકજ રાતમાં ત્રણ વખત પોતાની સગીર કુમળી વયની દિકરી સાથે બળજબરીપુર્વક બળાત્કાર સંભોગ કરેલ આમ જો આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવે તો ફરીયાદી ભોગ બનનારને ડરાવી ધમકાવી તોડવા ફોડવા પ્રયત્ન કરી કેસને નુકશાન પહોંચાડે તેવી શકયતા નકારી શકાય નહીં. આમ આવા સમાજ વિરોધી આરોપીને જામીન ઉપર મુકત કરવામાં આવે તો સમાજ ઉપર ખોટી અસર પડે આમ ગુન્હાની ગંભીરતા સજાની જોગવાઇઓ ધ્યાને લેતા જામીન અરજી નામંજૂર કરતો હુકમ કરેલ હતો.

આ કામે સરકાર પક્ષે પબ્લીક પ્રોસીકયુટર વકીલ શ્રી અનિલ એસ. ગોગીયાએ રજૂઆત કરેલ હતી.

(3:54 pm IST)