Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને ૮ લાખ ૭પ હજારનું વળતર ચુકવવા આદેશ

રાજકોટ તા. રઃ પોણા નવ લાખના ચેક રીર્ટનના કેસમાં ૧ વર્ષની સજા તથા તેટલી જ રકમ વળતર રૂપે ચુકવવાની સજા સ્પેશીયલ કોર્ટ ફરમાવેલ છે.

આ ગુન્હા અંગેના બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી બીપીનભાઇ કુંવરજીભાઇ મેઘાણી, રહે. મવડી, રાજકોટવાળાએ આરોપી દિનેશભાઇ દેવશીભાઇ મુંગરા મુળ રહેવાસી મુ. ઇટાળા, તા. ધ્રોલ, જી. જામનગર, હાલ સુરતવાળાના કહેવાથી ભાગીદારીમાં જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના વાંકીયા ગામની આશરે સવા આઠ વિઘા જમીન ખરીદ કરવામાં રૂ. ૩૦,૦૦,૦૦૦/-નું રોકાણ કરેલ હતું. જે જ મીનનો વહીવટ આરોપી કરતા હતા, અને આરોપીએ તે જમીન વહેંચી નાંખેલ હતી અને આરોપીનું જે-તે સમયે પોતાનું શેર બજારનું રોકાણ નિષ્ફળ જતા આરોપી, ફરીયાદીની રકમ ચુકવી શકેલ નહીં.

સદરહું ૩૦,૦૦,૦૦૦/- પૈકી રૂ. ૮,૭પ,૦૦૦/- આરોપીએ ફરીયાદીને ર૦૧૭ ની દિવાળી પહેલા ચુકવવાનું વચન, વિશ્વાસ અને ખાત્રી આપેલ જેના અનુસંધાને આરોપીએ ફરીયાદીની કાયદેસરની લેણી રકમ સંદર્ભે પોતાની બેંકનો ચેક આપેલ, જે ચેક ફરીયાદીએ પોતાની બેંકમાં જમા કરાવતા અપુરતા ભંડોળને કારણે પરત ફરેલ જેથી ફરીયાદીએ કાયદેસરની નોટીસ પાઠવેલ તેમ છતાં આરોપીએ ફરીયાદીને રૂ. ૮,૭પ,૦૦૦/- ન ચુકવતા ફરીયાદીએ રાજકોટના નેગો. કોર્ટના સ્પેશીયલ જજશ્રનિી કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ હતી.

સદરહું ફરીયાદના અનુસંધાને ફરીયાદીએ પોતાના દસ્તાવેજી તથા મૌખીક પુરાવા રજુ રાખેલ તથા આરોપીએ ફરીયાદી સાથે થયેલ વાતચીતની જુદી-જુદી અગીયાર ઓડીયો કલીપ રજુ રાખેલ હતો.

ત્યારબાદ જજ શ્રી દ્વારા બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદા સમયે એવું તારણ આપેલ કે, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુ્રુમેન્ટ એકટ હેઠળ કલમ-૧૧૮ તથા ૧૩૯ મુજબનું પ્રીઝમશનનું સ્ટેચ્યુટરી પ્રીઝમશન છે. અને તે પ્રીઝમશનનું ખંડન કરવા સારૃં આરોપીપક્ષે રેકર્ડ ઉપર ઠોસ અને મજબુત પુરાવો લાવવો જોઇએ જેનાથી એક સામાન્ય બુધ્ધીશાળી વ્યકિત માનવાને પ્રેરાય, માત્ર હકીકત નકારવાથી અને ડીનાઇલ કરવાથી ફરીયાદી પક્ષની હકીકતો નકારી શકાય નહિં તેમ તેમ દર્શાવીને કોર્ટે આરોપીને એક વર્ષની સજા ફટકારી રૂ. ૮ લાખ ૭પ હજાર વળતર રૂપે ફરીયાદીને ચકવવાનો આરોપી વિરૂધ્ધ હુકમ કર્યો હતો આરોપી જો વળતર ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કામમાં ફરીયાદી વતી એડવોકેટ નિલેષભાઇ ગણાત્રા ત્થા અમિત મેવાડા રોકાયા હતાં.

(3:53 pm IST)