Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની સબ રજીસ્ટ્રાર કચેરીની નવી ડીવીઝનલ કચેરી બનશેઃ સબ રજીસ્ટ્રાર ૩-૪-પ આ ભવનમાં ખસેડાશે

કલેકટર પાસે ર હજાર ચો. મી. જગ્યા મંગાઇઃ હાલની ૧ નંબરની કચેરી ઉપર આવતા મહિને ર અને ૮ નંબર ખસેડાશે

રાજકોટ તા. ર :.. રાજકોટમાં રાજય સરકાર એક પછી એક સરકારી સુવિધાઓ ઉભી કરાઇ રહી છે, હવે રાજકોટમાં સૌરાષ્ટ્ર-કચ્છની સબ રજીસ્ટ્રાર કચેરીની નવી ડિવીઝનલ કચેરી ઉભી કરવા કવાયત હાથ ધરી છે, ગાંધીનગરથી સુચના આવતા રાજકોટના નોંધણી નિરીક્ષકે આ બાબતે કલેકટર સમક્ષ ર થી ૩ હજાર ચો. મી. સરકારી જમીન આખુ ભવન ઉભુ કરવા માંગ્યાનું કલેકટર કચેરીનાં સુત્રોએ ઉમેર્યુ હતું.સાધનોએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છની તમામ સબ રજીસ્ટ્રાર કચેરી ઉપર ડીવીઝનલ કચેરી એકપણ નથી, આ કચેરી ઉભી કરવા હવે કાર્યવાહી હાથ ધરાઇ છે, હાલ સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન ૩-૪-પ ધર્મેન્દ્ર કોલેજ કમ્પાઉન્ડમાં બેસે છે, એ પણ ખસેડી નવી ડીવીઝનલ કચેરીમાં લઇ જવાની યોજના છે, અને આ સંદર્ભે રાજકોટના નોંધણી નિરીક્ષકે કલેકટર સમક્ષ ર થી ૩ હજાર ચો. મી. જમીનની માંગણી કરી છે, આ ઉપરાંત જૂની કલેકટર કચેરીની બાજૂમાં ઝોન-૧ ની કચેરી કામગીરી બજાવે છે, તેના પ્રથમ માળે અન્ય બે કચેરી ખસેડવા બિલ્ડીંગ બની રહ્યું છે, ત્યાં ઝોન-ર અને ૮ ખસેડાશે, જયારે ડીવીઝનલ કચેરી બની રહ્યું છે, ત્યાં ઝોન-ર અને ૮ ખસેડાશે, જયારે ડીવીઝનલ કચેરી બની જશે ત્યારે નોંધણી નિરીક્ષકની પણ કચેરી ત્યાં લઇ જવાશે તેમ સૂત્રો ઉમેરી રહ્યા છે.

દરમિયાન ગયા જૂન મહિનામાં પણ કોરોના ઓછો થતા આખા રાજકોટ શહેર - જીલ્લામાં જમીન-મકાન-ફલેટ-પ્લોટ વિગેરે થઇને કુલ ૧૦ હજાર ૪૦૦ થી વધુ દસ્તાવેજો થતા સરકારને કરોડોની સ્ટેમ્પ ડયુટીની આવક થઇ છે.

(3:53 pm IST)