Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ફેક જોબ ઓફર સ્કેમઃ નોકરી ઇચ્છુક લોકોએ સાવચેત રહેવાની જરૂર

સાઇબર ફ્રોડ થયાના સંજોગોમાં તુરંત નેશનલ હેલ્પલાઇન નં. ૧પપર૬૦ પર ફરિયાદ કરો

રાજકોટ : ભારતમાં અન્ય દેશોની સરખામણીએ બેરોજગારીની દર ઉંચો છે. દેશમાં ઘણા લોકો શિક્ષિત હોવા છતા નોકરીની તકોથી વંચીત છે. આ ઉપરાંત કોરોના માહામારી અને તેના પગલે કરાયેલ લોકોડાઉનના સમયમાં ઘણા લોકોના ધંધા-રોજગાર અને નોકરી પર નકારાત્મક અસર પડી છે. પરિણામે ઘણા લોકોને પોતની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આ સમયે આ સમયે ફેક જોબ ઓફરના નામ પર થતા સાઇબર ફ્રોડસના કિસ્સાઓ વધવા પામ્યા છે. જેમાં નોકરી મેળવવા માટે લોકોને જુદા-જુદા કારણોસર પૈસા જમા કરાવવાનું કહેવામાં આવે છે.આમ નોકરી ઇચ્છુક લોકોની મજબુરીનો ફાયદો ઉઠાવીને તેમને મલ્ટીનેશલ કંપનીઓમાં સારા પગાર સાથે નોકરી આપવાની લાલચ આપી તેમની સાથે લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવે છે.

ફેક જોબ ઓફર સ્કેમ શું છે?

આ પ્રકારના સ્કેમ ફિશિંગ પધ્ધતિ દ્વારા કરવામાં આવે છે એટલે કે અીં લોકોને જુદી-જુદી કંપનીઓના નામ પર બનાવટી (ફેક) ઇમેઇલ, એસએમએસ અને ફોનકોલ કરવામાં આવે છે. જેમાં સાઇબર ક્રિમિનલ્સ પોતાને પ્રતિષ્ઠિત કંપનીના કર્મચારી દર્શાવીને લોકોને સારી પોસ્ટ પર ઉચા પગાર સાથે નોકરી આપવાની બાબત રજૂ કરે છે. જયારે લોકો આવી ઓફર માટે પોઝિટિવલી રેપ્લાય કરેત્યાર બાદ તેમની પાસે પ્રોસેસીંગ ફી, ઇન્ટરવ્યું ફી, સીકયુરીટી ડીપોઝીટ વગેરે બહાના હેઠળ પૈસા પડાવવામાં આવે છે. આ પ્રકારના સ્કેમમાં ઘણી વખત લોકોનો વિશ્વાસ જીતવા તેમને કંપનીના બનાવટી જોબ ઓફર લેટર પણ મોકલવામાં આવે છે . સાથોસાથ નકલી ટેલીફોનીક/વોઇસ ઇન્ટરવ્યુ પણ લેવામાં આવેછે. જેથી નોકરી ઇચ્છુક લોકોને જરાપણ શંકા જતી નથી. પરિણામે તેઓ આવા ફ્રોડસમાં વધુમાં વધુ રકમ ગુમાવી બેસે છે.

અમુક કિસ્સાઓમાં  સાઇબર ક્રિમિનલ્સ દ્વારા આ પ્રકારના સ્કેમ માટે સોશિયલ મીડિયા અને અખબારો જેવા પ્રચલિત માધ્યમોનો પણ સહારો લેવામાં આવે છે, જેમાં તેમના દ્વારા આ માધ્યમો થકી અલગ અલગ કંપની/ સરકારી સંસ્થામાં નોકરી ઓફર કરતી બનાવટી જાહેરાતો આપવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદ સાઇબર ક્રાઇમ પોલીસ દ્વારા નોકરી ઇચ્છુક લોકોને ઓનલાઇન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી છેતરપિંડી કરતી ટોળકીની ધરપકડ કરવામાં આવેલ છે. આ ગેંગ દ્વારા સૌપ્રથમ સોશિયલ મીડિયા અને અખબારોના માધ્યમથી જાહેરાત દ્વારા ડેટા એન્ટ્રીની જોબ આપવાની લાલચ આપી લોકોને ફસાવવામાં આવતા હતા. અહીં લોકો જયાર તેમને આપેલ ડેટા એન્ટ્રીનું કામ કરી આ ેત્યારે તેમને

 પૈસા ચુકવવાને બદલે તેમના કામમાં કોન્ટ્રકટ ભંગ થયો હોવાનું બહાનું કરી તેમને પોલીસ કાર્યવાહી કરવાની ધમકી આપવમાં આવતી હતી. આ ઉપરાંત હાલમાં સોશિયલ મિડિયા પર વર્ક ફ્રોમ હોમના નામ પર અમુક કલાક કરવા માટે સારી એવી રકમ આપતી પાર્ટ ટાઇમ જોબના ફેક મેસેજ વાયરલ થયા છે.

આજકાલ યુવાનો નોકરી મેળવવા માટે ઓનલાઇન વેબસાઇટ પર પોતાની જોબ પ્રોફાઇલ બનાવે છે અને તેમાં પોતાની સંપુર્ણ વિગતો જાહેર કરે  છે. પરંતુ જયારે આ પ્રકારની વેબસાઇટનો ડેટા લીક થાય ત્યારે આ તમામ લોકોની માહિતી જોખમમાં મુકાય છે. સાઇબર ક્રિમિનલ દ્વારા આવા ફ્રોડસ માટે આ વેબસાઇટના લીક થયેલા ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં લોકોની અંગત માહિતી જેમ કે નામ, એડ્રેસ, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, આધાર, પાન કાર્ડની વિગત વગેરેનો સમાવેશ થાય છે.

આ પ્રકારના સ્કેમથી કઇ રીતે બચી શકાય ?

(૧) કોઇ પણ કંપની દ્વારા નોકરી આપવા માટે રજીસ્ટ્રેશન ફી, ઇન્ટરવ્યું ફી વગેરેના નામ પર કોઇ રકમ માંગવામાં આવતી નથી. તેથી નોકરી આપવા માટે આ પ્રકારે પૈસાની માંગ કરતી ઓફરથી દુર રહો.(ર) કોઇ પણ કંપનીમાં નોકરી માટે અરજી કરતા સમયે તે કંપનીનો બેકગ્રાઉન્ડ ચેક જરૂર કરો. કંપનીની ઓફીશીયલ વેબસાઇટ પર તેમના હ્યુમનરિસોર્સ ડીપાર્ટમેન્ટ અથવા વેબસાઇટના 'કેરિક્રુમેન્ટ' સેકશન દ્વારા તેમની જોબ ઓફર અંગે માહિતી મેળવો. (૩) નોકરી મેળવવા માટે અજાણ્યા સ્ત્રોત દ્વારા આવેલ ઇમેઇલ, એસઓમએસ અને ફોનકોલ પર આપની વ્યકિતગત અને બેંક સંબંધી માહિતી જાહેર ન કરો, આ પ્રકારના ઇમેઇલ-એસએમએસમાં રહેલું લીંક પર કિલક ન કરો.(૪) ખાસ કરીને ઇમેઇલ દ્વારા મળતી જોબ ઓફર અંગે સાવચેત રહો. આવા સ્કેમમાં ઇમેઇલમાં કંપનીના બનાવટી લોગો અને માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે.  અહી ઇમેઇલ મોકલનારનું મેઇલ એડ્રસ તથા ઇમેઇલમાં રહેલ માહિતીની વિશ્વસનીય સ્ત્રોત દ્વારા ચકાસણી કરી, સામાન્ય રીતે આ પ્રકારના ફેક ઇમેઇલમાં સ્પેલીંગ અને ગ્રામરની ઘણી ભૂલો રહેલી હોય છે. (પ) સરકારી નોકરી માટે અરજી કરતા સમયે જે-તે સરકારી વિભાગની ઓફીશીયલ વેબસાઇટ/પોર્ટલની મદદ મેળવો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર જોબ ઓફર અંગેની જાહેરાતની વિગતોની ચકાસણી કર્યા બાદ આગળ વધો. (૬) આપની સાથે ઓનલાઇન છેતરપિંડી થયાના સંજોગોમાં તાત્કાલીક નેશનલ હેલ્પ લાઇન નંબર ૧પપર૬૦ પર ફરીયાદ કરો.

એડવોકેટ નિકેત પોપટ

સર્ટીફાઇડ સાઇબર ક્રાઇમ

ઇન્વેસ્ટીગેટર સાયબર

લો નિષ્ણંત રાજકોટ

મો.૭૦૧૬૪ ૭રર૧પ

(3:52 pm IST)