Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

ફેડરેશન ઓફ જનરલ મેડીકલ પ્રેકટીશનરના પ્રમુખપદે ડો. શૈલેષ વસાણી : ડો. વિશાલ ભીમજીયાણી ચેરપર્સન

સેક્રેટરી પદે ડો. જયેશ રાજયગુરૂ અને ઉપપ્રમુખપદે ડો. વેકરીયા - ડો. જોષીની વરણી

રાજકોટ તા. ૨ : ફેડરેશન ઓફ જનરલ મેડીકલ પ્રેકટીશનરના નવા હોદેદારોની વરણી કરાતા પ્રમુખપદે ડો. શૈલેષ વસાણી, સેક્રેટરી તરીકે ડો. જયેશ રાજયગુરૂ અને ચેરપર્સન તરીકે ડો. વિશાલ ભીમજીયાણીની વરણી થઇ હતી.

જયારે ઉપપ્રમુખ તરીકે ડો. ભરતભાઇ વેકરીયા અને ડો. દેવેશ જોષી, ખજાનચી તરીકે ડો. સમીર ખુંટ, સહમંત્રી તરીકે ડો. નરેન્દ્ર વિસાણી અને ડો. એમ. વી. વેકરીયા અને એકઝીકયુટીવ કમીટીમાં ડો. અરવિંદ ભટ્ટ, ડો. મનોજ ઠેસીયા, ડો. મહેશ શિંગાળા, ડો. કિશોર દેવળીયા, ડો. હેમાંશુ પરમાર, ડો. ડી. એલ. રામોલિયા, ડો. દીલીપ મારકણાનો સમાવેશ કરવામાં આવેલ.

આ ફેડરેશન રાજકોટમાં પ્રેકટીસ કરતા તમામ જનરલ મેડીકલ પ્રેકટીશનર ડોકટરોનું સંગઠન છે. જેમાં વિસ્તાર વાઇઝ ડોકટર એસોસીએશનો ઉપરાંત શાપર, વેરાવળ, પડધરી, કુવાડવા એસોશીએશન પ્રતિનિધિત્વ ધરાવે છે. મવડી રોડ, કાલાવડ રોડ, કોઠારીયા રોડ, ઉપલા કાંઠા વિસ્તાર અને જામનગર રોડ, ગાંધીગ્રામ ડોકટર એસોસીએશનનો સમાવેશ થાય છે.

ફેડરેશન દ્વારા તેમના ડોકટરોનું મેડીકલ જ્ઞાન વધે લોકોને સારી સારવાર મળે તે માટે સમયાંતરે સી.એમ.ઇ. કાર્યક્રમો તેમજ સ્પોર્ટસ, પ્રવાસને લગતી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. તેમ ફેડરેશનની એક યાદીમાં જણાવાયુ છે.

(3:50 pm IST)