Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

કઇ-કઇ આવાસ યોજનામાં કેટલા ફલેટ ખાલી છે ?: વિગતો માંગતા ભાનુબેન

મ.ન.પા.ના આવાસો બિલ્ડરોને પધરાવી દેવા સામે ધોકો પછાડતા વિપક્ષી નેતા

રાજકોટ તા. ર : મ.ન.પા.દ્વારા રેન્ટલ હાઉસીંગ યોજના હેઠળ ગરીબ મધ્યમ વર્ગ માટે બનાવેલા આવાસ યોજનાના ફલેટ ખાનગી બિલ્ડર કંપનીને સોંપી દેવાની દરખાસ્ત હનુ પેન્ડીંગ છે. ત્યારે વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ મ.ન.પા.ની કઇ-કઇ આવાસ યોજનાના કેટલા ફલેટ ખાલી છે તે સહીતની વિગતો મ્યુ.કમિશ્નર પાસે માંગી અને આવાસ યોજનાના ફલેટ બિલ્ડરોને પધરાવી દેવાની યોજના સામે ધોકો પછાડયો છે.

આ અંગેની વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા શ્રીમતી ભાનુબેન પ્રવીણભાઈ સોરાણી દ્વારા આજરોજ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નરશ્રી પાસેથી આવાસ યોજના વિભાગની માહિતીની વિગતો મંગાવેલ છે જેમાં

૧. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલા વર્ષ થી આવાસ બનાવવાનું કામ કરવામાં આવે છે

૨. આજદિન સુધી કેન્દ્ર સરકાર દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? ક્યારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ?

૩.આજદિન સુધી રાજ્ય સરકાર દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? ક્યારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ?

૪.આજદિન સુધી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? ક્યારે અને કઈ જગ્યાએ? કઈ યોજના ? કેટલા આવાસ ? હાલ કેટલા ખાલી ?

૫. રાજકોટ મહાનગરપાલિકાએ કઈ કઈ આવાસયોજના બનાવવા માટે ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું ? કઈ જગ્યાએ થી ફોર્મનું વિતરણ કરાયું ? ફોર્મ વિતરણ કરનારને કેટલું કમીશન આપેલ છે ? કેટલા ફોર્મ છપવવામાં આવ્યા છે ? કેટલા ફોર્મ વહેંચણી કરાયા છે ? કેટલા ફોર્મ પરત આવેલા છે ? કેટલા ફોર્મ રીજેકટ થયેલા છે ? વેઈતિંગ કેટલું ? કેટલા લોકોની ડીપોઝીટ જમા છે ?

૬.રાજકોટ મહાનગરપાલિકાએ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની કઈ કઈ આવાસયોજના રાજકોટ મ.ન.પા. હસ્તક કરવામાં આવેલ છે ? ક્યારે ? કેટલા આવાસો ? 

૭. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ૨૦૧૯ થી કેટલા આવાસ બનાવવાનું કામ ચાલુ છે ?

૮. વર્ષ ૨૦૧૯ પહેલા કેટલા આવાસો બનાવવામાં આવ્યા છે ? અને કેટલા ખાલી પડેલા છે ? કેટલા સમયથી ?

૯. બી.પી.એલ. કાર્ડ ધારકોને લાભ મળે તે માટે આવાસો બનાવવામાં આવેલ છે તેમાંથી હાલ કેટલા આવાસો ખાલી છે ? અને કેટલા લાભાર્થીઓને આવાસ મળેલ નથી ?

૧૦. આવાસ યોજના વિભાગ દ્વારા આજદિન સુધીમાં કુલ કેટલા પ્રોજેકટ બનાવવામાં આવ્યા છે ? અને કેટલા પ્રોજેકટનું કામ બાકી છે ? તેના પ્રોગ્રેસ રીપોર્ટ આપવા.

૧૧. પી.પી.પી. પ્રોજેકટ હેઠળ કેટલી આવાસ યોજના ક્યાં બની છે તેની વિગતો આપવી અને કુલ કેટલું પ્રીમીયમ મળશે ? હાલ કેટલુ મળેલું છે ?

૧૨. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કેટલી યોજનાઓ ની ગ્રાન્ટ મળેલ છે ? કેટલી ગ્રાન્ટ મળેલ નથી ? અને કેટલી ગ્રાન્ટ મળવાની બાકી છે ? આ ગ્રાન્ટ માંથી કેટલી ગ્રાન્ટ વણવપરાયેલી છે ? તે તમામની નાણાકીય વિગતો આપવી.

આ માહિતીની વિગતો માં કુલ ૧૨ મુદાઓની માહિતીની વિગતો શ્રીમતી ભાનુબેન સોરાણીએ મ્યુનીસીપલ કમિ.શ્રી પાસેથી માંગવામાં આવેલ છે તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું છે અને વિરોધપક્ષના નેતાશ્રીમતી ભાનુબેન સોરાણીના ઓનલાઈન ડેસ્ક ઉપર રાજકોટ શહેરના નગરજનો http://bit.ly/CLP_RMC પર ફરિયાદો નોંધાવે તેવી જાહેરજનતાને અપીલ કરી છે.

(3:47 pm IST)