Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

રાજકોટના જાણીતા ફીઝીશ્યન ડો. સંજય ભટ્ટને ઇન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા રાષ્ટ્રીય કોવિડ વોરીયર એવોર્ડ

કોરોના કાળમાં સતત દર્દીઓની સચોટ-સફળ સારવાર કરનાર ડો. સંજય ભટ્ટને રાષ્ટ્રીય એવોર્ડથી બહુમાન

રાજકોટ, તા. ર :  ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-નેશનલ હેડ કવાર્ટર દ્વારા કોરોના વોરીયર તરીકે રાષ્ટ્રીય કક્ષાનો નેશનલ ડોકટર ડે એવોર્ડ-ર૦ર૧ રાજકોટના સિનિયર ફિઝીશ્યન ડો. સંજય ભટ્ટને એનાયત કરવામાં આવ્યો છે. ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ સહિત ગુજરાત માટે ગૌરવ છે, સમગ્ર તબીબી જગત દ્વારા ડો. સંજય ભટ્ટને શુભેચ્છા પાઠવવામાં આવી છે. ઇન્ડીયન મેડિકલ એસોસીએશન રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી અને સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલીયાની એક સંયુકત યાદીમાં જણાવાયું છે.

ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું છે કે, રાજકોટના જાણીતા ફિઝીશ્યન ડો. સંજય ભટ્ટ છેલ્લા રપ વર્ષથી રાજકોટમાં પ્રેકટીસ કરે છે. રાજકોટની સમન્વય હોસ્પિટલ, શિવ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ ખાતે ફિઝીશ્યન તરીકે કાર્યરત છે. કોરોના મહામારીના સંકટ વખતે તેમણે સતત કોરોના દર્દીઓની સારવાર, સિવિલ હોસ્પિટલ-રાજકોટના કોરોના વોર્ડમાં માનદ સેવા, લોકોને કોરોના વિશે જાગૃત કરવા, કોરોના સંબંધી વિવિધ જાણકારી દ્વારા સમાજને જાગૃત કરવા સહિત અનેક સેવા આપવામાં આવી છે. હજુ પણ તેઓ સતત કોરોના વોરીયર તરીકે કાર્યરત છે. કોરોનાના અનેક દર્દીને સાજા કરવા સાથે અનેક દર્દી અને તેમના પરિવારને સરળ માર્ગદર્શન આપી તેમની ચિંતા દૂર કરવા ડો. ભટ્ટ સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમની કોરોના સંબંધી વિસ્તૃત કામગીરીની નોંધ લઇ ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-દિલ્હી હેડ કવાર્ટર દ્વારા કોરોના વોરીયર તરીકે રાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ગઇકાલે વિશ્વ ડોકટર ડે પ્રસંગે ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-દિલ્હી હેડ કવાર્ટર દ્વારા ગ્રાન્ડ સેરેમની રાખવામાં આવી હતી જેને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. વર્યુઅલ સેરેમનીમાં ગુજરાતનાુ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિત દેશના અનેક મહાનુભાવોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે આઇ.એમ.એ. દ્વારા કોરોના વોરીયર માટેના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતાના નામ જાહેર કરવામાં આવ્યા હતાં ઓનલાઇન એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા છે. જેમાં ડો. સંજય ભટ્ટના નામની જાહેરાત થતા રાજકોટ તબીબી જગતમાં આનંદની લાગણી પ્રસરી છે.

ડો. દુષ્યંત ગોંડલીયાએ જણાવ્યું છે કે, ડો. સંજય ભટ્ટ હાલ એસોસીએશન ઓફ ફિઝીશ્યન ઓફ રાજકોટના પૂર્વ પ્રેસીડન્ટ અને ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રેસીડન્ટ ઇલેકટ્ર છે. તેમણે આઇ.એમ.એ. ફિઝીશ્યન એસોસીએશન વગેરેમાં અનેક પદ પર સેવા આપી છે. નેશનલ ડોકટર કે એવોર્ડ રાજકોટના ડો. સંજય ભટ્ટ સહિત ગુજરાતના ડો. નિમેશ ગોવિંદભાઇ, ડો. ભુપેન્દ્ર ગોસ્વામી, ડો. ધ્રુપલ સુથાર, ડો. માલજીવાલા અબ્બાસ ઇસ્માઇલ ડો. ચિરાગ રાઠોડ એમ કુલ સાત તબીબોને એનાયત કરવામાં આવ્યો છે.

આઇ.એમ. એ. ના રાષ્ટ્રીય ઉપપ્રમુખ ડો. અતુલ પંડયા, ડો. વિજય પોપટ, આઇ.એમ.એ. ગુજરાતના પ્રમુખ ડો. દેવેન્દ્રભાઇ પટેલ, ઉપપ્રમુખ ડો. રશ્મીઉપાધ્યાય, રાજકોટ આઇ.એમ. એ. ના પેટ્રન ડો. એસ.ટી. હેમાણી, ડો. ડી.કે. શાહ, ડો. પ્રકાશ મોઢા અને ડો. સુશિલ કારીયા, એડવાઇઝરી બોર્ડના ડો. ભરત કાકડીયા, ડો. ભાવિન કોઠારી, ડો. એમ. કે. કોરવાડીયા, ડો. અમિત હપાણી, ડો. હિરેન કોઠારી ઉપરાંત જાણીતા તબીબો ડો. કીર્તિ પટેલ, ડો. વલ્લભ કથરીયા, ડો. કાંત જોગાણી, ડો. ચેતન લાલસેતા, ડો. નીતિન લાલ, ડો. યજ્ઞેશ પોપટ, ડો. દિપેશ ભાલાણી, ડો. ભાવેશ સચદે, ડેપ્યુટી મેયર, ડો. દર્શિતાબેન શાહ, સિનિયર ગાયનેકોલોજીસ્ટ ડો. દર્શનાબેન પંડયા, ફિઝીશ્યન એસોસીએશનના પ્રેસીડન્ટ ડો. પ્રશાંત ત્રિવેદી, ડો. આનંદ પોપટાણી, ડો. કીરીટ દેવાણી, ડો.રાજેશ તેલી, ડો. એલ.પી. ગણાત્રા, કિટીકલ કેર એસોસીએશનના ડો. તુષાર પટેલ, ડો. અમિત પટેલ, ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ડો. તેજસ કરમટા સહિત તબીબી અગ્રીણીઓ અને સમાજના આગેવાનો દ્વારા ડો. સંજય ભટ્ટને શુભેચ્છા પાઠવવામાં આવી છે.

ઇન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી, સેક્રેટરી ડો. દુષ્યંત ગોંડલીયા, આઇ.પી.પી. ડો. જય ધીરવાણી, ઉપપ્રમુખ તરીકે ડો. દેવેન્દ્ર રાખોલીયા, ડો. પારસ ડી. શાહ, ઓડિટર ડો. અમીત અગ્રાવત, ટ્રેઝરર ડો. વિપુલ અધેરા, જોઇન્ટ ટ્રેઝરર ડો. કમલેશ કાલરીયા, જોઇન્ટ સેક્રેટરી, ડો. વિમલ સરાડવા, ડો. બિરજુ મોરી, એકઝીકયુટીવ કમીટીના ડો. મયંક ઠક્કર, ડો. જયેશ ડોબરીયા, ડો. તેજસ કરમટા, ડો. પિયુષ ઉનડકટ, ડો. રૂપેશ મહેતા, ડો.મમતાબેન લીંબાસીયા, ડો. મનિષાબેન પટેલ, ડો. હેતલ વડેરા, ડો. રૂકેશ ઘોડાસરા, ડો. દર્શન સુરેજા, યંગ એકઝીકયુટીવ ડો. સંજય ટીલાળા, ડો. પરીન, કંટેસરીયા, ડો. તુષાર પટેલ, ડો. રાજન રામાણી, ડો. જીજ્ઞેશ ભિમાણી, ડો. પ્રિયંકાબેન સુતરીયા, ડો. નિરાલી કોરવાડીયા, ડો. ચિંતન કણસાગરા, ડો. રાજેશ રામ, ડો. ચિરાગ બરોચીયા, ડો. નિકેતન દોમડીયા, કો. ઓપ્ટ મેમ્બર ડો. રાજેશ સાકરીયા, ડો. ડેનિસ આરદેસણા, ડો. ઝલક ઉપાધ્યાય, ડો. મિલન રોકડ, ડો. આઝાદ ગુપ્તા, એડિટોરીયલ બોર્ડના ડો. વિમલ હેમાણી, ડો. સેજુલ અંટાળા, ડો. જીતેન્દ્ર પટેલ, ડો. કૃપાલ પુજારા, ડો. વિરલ જેઠવા, એફ.પી. એ. મેમ્બર તરીકે ડો. વી.બી.કાસુંન્દ્ર, ડો. કે. એમ. પટેલ, ડો. દિપક મહેતા, ડો. ભરત ચાવડા, ડો. કીરીટ કાનાણી, આઇ.એમ.એ. મહિલા વિંગના પ્રમુખ તરીકે ડો. સ્વાતીબેન પોપટ, સેક્રેટરી તરીકે ડો. વૃન્દા અગ્રાવત, ગુજરાત આઇ.એમ.એ. ના ડો. બિપીન પટેલ, ડો. અનિલ નાયક, ડો. કમલેશ શૈની, ડો. જીતેન્દ્ર પટેલ, મહેન્દ્રભાઇ દેસાઇ સહિત તબીબી જગત દ્વારા ડો. ભટ્ટ પર શુભેચ્છા વર્ષા કરવામાં આવી છે.

(3:21 pm IST)