Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

વેકસીનની અછત વચ્ચે કોવિશીલ્ડના ૭ કેન્દ્રો બંધ રહ્યા : આજે ૮૦૦૦ ડોઝનો સ્ટોક

વેકસીન માટે જયાં દરરોજ માથાકુટ થતી હતી તેવા અમીન માર્ગ, શિવશકિત સ્કુલ, ચાણકય સ્કુલ, મવડી, દુધ સાગર રોડ, માધાપર, રેલ્વે હોસ્પિટલના રસીકરણ કેન્દ્રો આજે બંધ રહ્યા : ર૩ કેન્દ્રો પર વેકસીનેશન થયુ

રાજકોટ, તા. ર :  શહેરમાં કોરોનાની વેકસીનની અછત છેલ્લા એક સપ્તાહથી ચાલુ થઇ છે. તે સાથે જ રસીકરણ કેન્દ્રોમાં માથાકુટના દૃશ્યો રોજીંદા બન્યા છે. દરમિયાન આજે મ.ન.પા. એ જે કેન્દ્રોમાં વધુ માથાકુટ થતી હતી. તેવા ૭ જેટલા કેન્દ્રો આજે બંધ રખાયા હતા.

આ અંગે સતાવાર પ્રાપ્ત વિગતો મુજબ મ.ન.પા. દ્વારા ગઇકાલે જાહેર કરાયા મુજબ કોવિ-શીલ્ડ રસીનું વેકસીનેશન ૩૦ કેન્દ્રો પર થઇ રહ્યું છે, પરંતુ વેકસીનનાં ડોઝની અછત હોઇ. જે સ્થળે વધુ લોકો ઉમટતાં હતા અને માથાકુટ થતી હતી. તેવા ૭ રસીકરણ કેન્દ્રો બંધ રાખ્યા હતાં.

કોવિ-શીલ્ડનાં જે રસીકરણ કેન્દ્રો બંધ કરાયા તેમાં અમીન માર્ગ સિવિલ સેન્ટર માધાપર આરોગ્ય કેન્દ્ર, યુનિવર્સિટી રોડ શિવશકિત સ્કુલ, ચાણકય સ્કુલ, મવડી શાળા નં. ૮૪, દુધસાગર રોડ પર કામદારો વિમા દવાખાનુ અને રેલ્વે હોસ્પિટલ વગેરે રસીકરણ કેન્દ્રો બંધ રાખવા નિર્ણય લેવાયેલ.

દરમિયાન આજે મ.ન.પા.ને વેકસીનનાં વધુ ૮૦૦૦ ડોઝ ફાળવાયા છે. જેમાંથી રસીકરણ ચાલુ છે. અને હવે પછી કેટલા ડોઝ મળે તેના પરથી આવતી કાલે કેટલાક રસીકરણ કેન્દ્રો ચાલુ રહેશે તેનો નિર્ણય લેવાશે.

(3:13 pm IST)