Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા જ્ઞાતિજનોને મદદ

 ઓલ ઇન્ડિયા મોઢ વણિક સમાજ મુંબઇ દ્વારા સૌરાષ્ટ્ર ગુજરાતનાં કોઇપણ મોઢ વણિક જ્ઞાતિબંધુને ભારત અથવા વિશ્વના કોઇપણ દેશમાં નોકરીની આવશ્યકતા હોય તો તેમને મદદ કરવામાં આવે છે. ઉપરાંત કોરોનાકાળમાં નાની ઉંમરમાં કોઇ જ્ઞાતિની બહેનો વિધવા થયેલ હોય તો તેઓને વિધવા સહાય હેઠળ મદદ મોકલવામાં આવે છે. આ બધી પ્રવૃત્તિ દાતાઓના સહયોગથી થાય છે. છેલ્લા સવા વર્ષથી સેવા આપતા સંસ્થાના હિતેચ્છુ અશ્વિનભાઇ ચંદુલાલ પટેલ અને મુકેશભાઇ દોશીને સંસ્થાએ કમીટી મેમ્બર તરીકે સ્વીકારેલ છે. ગત મીટીંગમાં નવીનભાઇ ગાંધીએ કરેલ દરખાસ્તને સર્વાનુમતે અનુમતિ અપાયેલ. સંસ્થામાં સેવા આપવા પ્રમુખ યોગેશભાઇ શાહ, માનદમંત્રી નવિનભાઇ ગાંધી, રાજકોટના અશ્વિનભાઇ પટેલ, મુકેશભાઇ દોશી, દુબઇના મુકેશભાઇ પરીખ, ભાવનગરના ગીરીશભાઇ શેઠ, નિમેશભાઇ વોરા, પ્રફુલભાઇ વોરા, જામનગરના નિરવભાઇ વડોદરીયા, અમદાવાદના ચીમનભાઇ શાહ સેવા આપી રહ્યા છે.

(3:13 pm IST)