Gujarati News

Gujarati News

News of Friday, 2nd July 2021

મોઢ વણિક યુવા ગ્રુપ દ્વારા અન્નપુર્ણા ટીફીન સેવા

 મોઢ વણિક યુવા ગ્રુપની યુવા કમીટી દ્વારા કોરોના સમયે અન્નપૂર્ણા ટીફીન સેવા ચલાવવામાં આવેલ. જ્ઞાતિના હોમ કોરોન્ટાઇન પરિવારોને દરરોજ બપોરે અને સાંજે એમ બન્ને ટાઇમ નિઃશુલ્ક સાત્વીક ભોજન પહોંચાડવામાં આવ્યુ. ઓકસીજનની જરૂરીયાત હોય તેઓને ચંદ્રકાન્તભાઇ મુળજીભાઇ મણીયાર પરિવારના સત્યમ સેવા ફાઉન્ડેશનના નિરવભાઇ અને સચીનભાઇ તરફથી સહયોગ અપાયો હતો. મીથીલીન બ્લુનું વિતરણ પણ કરાયુ હતુ. સર્જીકલ વસ્તુઓ પણ પુરી પાડવામાં આવે છે. જે લોકોને આવી જરૂરીયાત હોય તેઓએ કમીટી મેમ્બર જીજ્ઞેશભાઇ મેસ્વાણ મો.૯૪૨૬૨ ૨૨૦૮૬, ડો. કમલેશભાઇ પારેખ મો.૯૮૨૫૨ ૬૨૮૩૨ નો સંપર્ક કરવા જણાવાયુ છે. મોઢ વણિક જ્ઞાતિના આ સેવાયજ્ઞમાં કિરેનભાઇ છાપીયા, કિરીટભાઇ પટેલની આગેવાની હેઠળ કેતનભાઇ પારેખ, કેતનભાઇ મેસ્વાણી, ભાગ્યેશભાઇ વોરા, સંજયભાઇ મણીયાર, ડો. કમલેશભાઇ પારેખ, જીજ્ઞેશભાઇ મેસ્વાણી વગેરે સેવા આપી રહ્યા છે. ઉપરાંત એડોપ્ટ કમીટી મેમ્બર શ્રીમતી કલાબેન પારેખ, શ્રીમતી ગીતાબેન પટેલનો સહયોગ મળી રહ્યો છે.

(3:13 pm IST)