Gujarati News

Gujarati News

News of Thursday, 2nd July 2020

રાજકોટમાં ધ્રુજાવતો કોરોના: વધુ ત્રણ સાથે આજે અ..ધ..ધ 10 કેસ નોંધાયા : ગાંધીગ્રામના એક જ પરિવારના ત્રણ સભ્યોને કોરોના સંક્રમિત : શહેરનો કુલ આંક 185 પહોંચ્યો

રાજકોટ: શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમાં એક જ પરિવારમાં સાંજે વધુ ત્રણ રિપોર્ટ પોઝિટિવ આવતા આજે કુલ 10 કેસ નોંધાયા છે.
શહેરમાં નોંધાયેલ વધુ ૩ કોરોના પોઝીટીવ કેસ આવ્યા  છે. જેમાં શુક્લા કૈલાશ, બ્લોક નં. ૫૩/એ, શિવમ પાર્ક, ધરમ નગર, ગાંધીગ્રામ, ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રહેતા (૧) રીનાબેન શુક્લા (૪૮/સ્ત્રી), (૨) શ્રેયા શુક્લા (૨૧/સ્ત્રી), (૩) આદિત્ય શુક્લા (૧૫/પુરુષ)ને કોરોનાથી  સંક્રમિત થયા છે.
 રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં કોરોનાના કુલ કેસ ૧૮૫, સારવાર, હેઠળ  ૪૮ તથા  ડિસ્ચાર્જ  ૧૨૭ થયા છે. જયારે 10 મૃત્યુ થયા છે.

(7:59 pm IST)
  • જામનગરમાં કોરોના કેડો મુકતો નથી: મોડીરાત્રે વધુ બે કેસ પોઝીટીવ : મેહુલનગરમાં રહેતા 58 વર્ષીય વૃધ્ધા અને પટની વાળમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના વળગ્યો :સત્તાવાર જાહેરાત હવે પછી થશે access_time 11:49 pm IST

  • રાત્રે 10 વાગ્યે રાજકોટ સિવિલ હોસ્પિટલના ઓપીડી વિભાગમાં આગ લાગી : સ્પાર્ક થતા ઓપીડીમાં લાગી હતી આગ : જોકે સ્ટાફની સમય સૂચકતાને કારણે ફાયર એક્સ્ટિંગ ગ્યુસરની મદદથી આગ બુઝાવી દીધી હતી access_time 10:35 pm IST

  • દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ 21,430 નવા કેસ પોઝિટિવ : મહારાષ્ટ્રં ,તામિલનાડુ અને કર્ણાટકમાં કોરોનાના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : મહારાષ્ટ્રમાં વધુ 6328 કેસ અને તામિલનાડુમાં નવા 4343 કેસ તેમજ કર્ણાટકમાં 1502 કેસ નોંધાયા જે અત્યાર સુધીમાં એક જ દિવસના સૌથી વધુ કેસ છે access_time 11:36 pm IST